મનોવિજ્ઞાન ભવનનો સર્વે:સોશિયલ મીડિયામાં શું જુએ છે ? તેવો સવાલ કરવામાં આવે ત્યારે 89.70 ટકા યુવાઓ માતા-પિતા અને શિક્ષકો પાસે જુઠ્ઠુ બોલે છે

જામનગરએક મહિનો પહેલાલેખક: કેશા ઠાકર
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જામનગર સહિત સૌરાષ્ટ્રના 2754 યુવક-યુવતીઓને સવાલો પુછીને કરાયેલા અભ્યાસમાં ચોંકાવનારા તારણો નિકળ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા સૌરાષ્ટ્રના લોકોના સોશિયલ મીડિયાના આચરણની અસરનો સર્વે કરવામાં આવ્યો હતો. આ માટે એક ખાસ ગૂગલ ફોર્મ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં સોશિયલ મિડિયાએ જુઠાણું ફેલાવવાનું, ખોટું બોલવાની વૃત્તિ પર રોક લગાવી શકો જેવા અલગ-અલગ આઠ સવાલો કરવામાં આવ્યા હતા. જેમાં સૌરાષ્ટ્રના અમરેલી, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, ભાવનગર જિલ્લાના કુલ 2754 લોકો પાસેથી મંતવ્યો લેવામાં આવ્યા હતા.

આ સર્વે મુજબ 89.70 ટકા લોકો માતાપિતા અને શિક્ષક પાસે સોશિયલ મિડિયાના ઉપયોગ અંગે જુઠું બોલતા અચકાતા નથી. જ્યારે 87.20 ટકા અન્યના સારા લખાણને સુધારી-વધારી સોશિયલ મિડિયા પર મુકતા હોવાનું તથા વડિલ પૂછે કે શું જુએ છે? ત્યારે 87.20 ટકા યુઝર સાચું ન જણાવી મિનિમાઈઝ કરીને અલગ ફોલ્ડર દેખાડતા હોવાનું ચોંકાવનારૂં તારણ નીકળ્યું છે.

યુવા વર્ગને પુછવામાં આવેલા સવાલો અને તેના જવાબો પરથી નિકળેલા તારણો સમાજને મનોમંથનની દિશા ચીંધે છે પ્રશ્ન:તમારા મતે સોશિયલ મિડિયા એ જુઠાણું ફેલાવવાનું સાધન છે ? તારણ : 51.30 ટકા લોકો માને છે કે સોશિયલ મિડિયાજુઠાણું ફેલાવવાનું સાધન છે, જયારે 48.70 ટકા લોકો સોશિયલ મિડિયાને જુઠાણું ફેલાવવાનું સાધન માનતા નથી. પ્રશ્ન: સોશિયલ મિડિયામાં ખોટું બોલવાની વૃત્તિ તમે રોકી શકાે છો ? તારણ : 71.50 ટકા લોકો માને છે કે સોશિયલ મિડિયામાં ખોટું બોલવાની વૃત્તિ પર રોક લગાવી શકાતી નથી. જયારે 28.50 ટકા માને છે કે સોશિયલ મિડિયામાં ખોટું બોલવાની વૃત્તિ પર રોક લગાવી શકાય છે. પ્રશ્ન: અન્યના સારા લખાણને તમે વધારી ચઢાવીને સોશિયલ મિડિયા પર મૂકો છો ? તારણ : 87.20 ટકા અન્યના સારા લખાણને વધારી ચઢાવીને સોશિયલ મિડિયા પર મુકતા હોવાનો સ્વીકાર કર્યો, જયારે 12.80 ટકાએ ના પાડી. પ્રશ્ન: સોશિયલ મિડિયામાં તમારી લોક ચાહના અકબંધ રહે તે માટે તમે રાયનો પર્વત કરો છો ? તારણ : 89.70 ટકા લોકો સોશિયલ મિડિયામાં લોક ચાહના અકબંધ રહે તે માટે રાયનો પર્વત કરે છે એટલે કે નાની વાતમાં મસાલો ઉમેરીને સ્ટોરી બનાવે છે, જયારે 10.૩0 ટકા લોકોએ ઘસીને ના પાડી હતી. પ્રશ્ન:સોશિયલ મિડિયામાં ફેમસ થવા તમે નાના-મોટા પેતરા કરો છો ? તારણ : 17.90 ટકાએ આ બાબતનો અસ્વીકાર કર્યો પણ 82.10 ટકા યુવાઓએ સ્વીકાર્યુ કે, સોશિયલ મિડિયામાં ફેમસ થવા માટે નાના મોટા પેતરા કરીએ છીએ. પ્રશ્ન:સોશિયલ મિડિયાના ઉપયોગમાં જુઠું બોલવાથી કોઈ રંજ છે? તારણ : સોશિયલ મિડિયાના ઉપયોગમાં જુઠું બોલવાથી 19 ટકાને દુ:ખ થાય છે, જયારે 81 ટકાને સોશિયલ મિડિયાના ઉપયોગમાં જુઠું બોલવાથી કોઈ રંજ નથી. પ્રશ્ન: માતાપિતા અને શિક્ષક પાસે સોશિયલ મિડિયાની ગતિવિધિથી જુઠું બોલો છો ? તારણ : 10.30 ટકા લોકો માતાપિતા અને શિક્ષક પાસે જુઠું બોલતા નથી, જયારે 89.70 ટકા લોકો આરામથી ખોટું બોલી જાય છે. પ્રશ્ન: સોશિયલ મિડિયામાં કઈક જોતા હો અને કોઈ વડિલ પૂછે કે શું જોવે છે? તો સાચું કહો છો ? તારણ : 12.80 ટકા લોકો સાચું કહે છે, જયારે 87.20 ટકા સાચું જણાવતા નથી અને મિનિમાઈઝ કરીને અલગ ફોલ્ડર દેખાડી દે છે.

અન્ય સમાચારો પણ છે...