તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉન:બાદનપર ગામમાં આજથી અઠવાડિયાનું લોકડાઉન

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેપિડ ટેસ્ટમાં 16 લોકો પોઝિટિવ આવ્યા

જામનગર જિલ્લા જોડીયા તાલુકાના બાદનપર ગામમાં પોઝિટિવ કેઈસો નોંધાતા તા.13થી 19 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. બાદનપર ગામના સંતોકી ભવનમાં ગઈકાલ તા.11 ના ઉમીયા પરિવાર-સીદસર તરફથી ડોકટરની ટીમ દ્વારા 108 ગ્રામજનોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાંથી 16 લોકોનો રિપોર્ટ પોઝિટિવ મળ્યા હતાં. આથી કોરોના સંક્રમણ ચેઈન તોડવા માટે ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

તા. 13-5-2021થી 19-5-2021 સુધી આ લોકડાઉન અમલમાં રહેશે. આ માટે ગ્રામ પંચાયત દ્વારા અમુક નિર્ણય લેવાયા છે. જેમાં આર.ઓ. પ્લાન્ટથી પાણી ભરવાનો સમય આવશે. 7થી 11 નો રહેશે ગામમાં કોઈએ બિન જરૂરી ઘરની બહાર નીકળવાનું નહી જાહેરમાં બેસીને એકત્ર થવાનું રહેશે નહી.

અન્ય સમાચારો પણ છે...