કાર્યવાહી:જામનગરમાં સપ્તાહમાં સોશિયલ ડિસ્ટન્સ-માસ્ક ભંગના 115 કેસ

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંક્રમણ વધતા મહાપાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થયું
  • 76000 દંડની વસૂલાત: જુદા-જુદા વિસ્તારમાં કાર્યવાહી

જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધતા મહાપાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. સપ્તાહમાં શહેરમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક નિયમ ભંગના 115 કેસ કરી રૂ.76000 દંડની વસૂલાત કરી છે. મનપાની 6 ટુકડી દ્વારા જુદા-જુદા વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

જામનગરમાં કોરોનાની ત્રીજી લહેરના શરૂ થતા દિનપ્રતિદિન કોરોનાના કેસ વધતા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટુકડી દ્વારા શહેરના ભીડભાડાવાળા વિસ્તારોમાં કોરોના ટેસ્ટ ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તદઉપરાંત શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય અને લોકો માસ્ક પહેર્યા વિના નીકળે નહીં તે માટે છેલ્લા એક અઠવાડિયાથી મહાનગરપાલિકાની જુદી જુદી 6 ટુકડી દોડધામ કરી રહી છે.

શહેરમાં સપ્તાહ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનારા 68 લોકો સામે દંડનીય કાર્યવાહી કરી રૂ.29000 નો દંડ વસૂલાયો છે. તે જ રીતે માસ્ક પહેર્યા વિના નીકળેલા લોકો સામે પણ દંડનું શસ્ત્ર ઉગામી રૂ.47000 નો દંડ વસૂલાયો છે. શહેરમાં સપ્તાહ દરમિયાન કુલ 115 કેસ કરી રૂ.76000 ના દંડની વસુલાત કરાઇ છે. આ કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...