સલામતી:જામનગરના ઉધોગકારો સાથે છેતરપિંડી રોકવા વેબસાઇટ-મોબાઇલ એપનું લોન્ચીંગ કરાયું

જામનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માલ ખરીદી નાણાં ન ચૂકવનાર બહારની પાર્ટીઓની નામાવલી મૂકવામાં આવશે

જામનગરના ઉધોગકારો પાસેથી બહારગામની પાર્ટીઓ માલ ખરીદી નાણાં ન ચૂકવી થતી છેતરપીંડી રોકવા ફેકટરી ઓનર્સ એસોસીએશન દ્વારા ખાસ વેબસાઇટ અને મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી છે. જેમાં માલ ખરીદી નાણાં ન ચૂકવનાર પાર્ટીઓની નામાવલી મૂકવામાં આવશે.

જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન દ્વારા ઉધોગકારોને પોતાની પ્રોડકટ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજાર મળી રહે તે માટે તથા ઉધોગકારો સાથે થતી છેતરપીંડી રોકવા સંસ્થા દ્વારા www.jamnagarfactoryassociation.com નામની વેબાસાઇટ તથા મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી છે. જેમાં બ્રાસ ઉધોગનો ઇતિહાસ, મેટલ ટેસ્ટીંગ લેબની વિગત, બ્રાસપાર્ટસના સ્પેરપાર્ટસની માહિતી, સરકારના પરિપત્રો, ઉધોગ અને સભ્યોની વિગત, દેશ-વિદેશમાંથી આવતી ઇન્કવાયરી સહિતની મહત્વની માહિતીનો સમાવેશ કરાયો છે.

ખાસ વિશેષતા એ છે કે, સંસ્થાના સભ્યો પાસેથી બહારગામની પાર્ટીઓ માલ ખરીદી પેમેન્ટ નહીં આપી છેતરપીંડી કરતી હોય છે. જેને રોકવા આ પ્રકારની પાર્ટીઓની ઓળખ થાય તે માટે ડીસ્પ્યુટેડ પાર્ટીની નામાવલી મૂકવામાં આવશે. વેબસાઇટ પર એસો.ના તમામ સભ્યો તેમની વિગતોનું ફ્રી લીસ્ટીંગ કરાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...