તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:જામનગરમાં હથિયાર બંધી

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિવાળી, નૂતન વર્ષ, ગુરુનાનક જયંતી, નાતાલ જેવા તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તા.5 જાન્યુઆરી 2021ના 24-00 કલાક સુધી જામનગર જિલ્લામાં હથિયારબંધી ફરમાવી છે.આ સમય દરમ્યાન શસ્ત્ર , દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી અથવા લાઠી અથવા શારીરીક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ સાધન લઇ જવા નહી, કોઇપણ ક્ષયકારી અથવા સ્ફોધટક દારૂગોળા વિગેરે પદાર્થો લઇ જવા નહી, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુયઓ અથવા વસ્તુન ફેકવા કે ધકેલવાના યંત્રો સાથે લઇ જવા નહિ, મનુષ્યવ અથવા તેના શબ અથવા આકૃતીઓ

અથવા પુતળા દેખાડવા કે બાળવા નહી, અપમાનો કરવાના અથવા જાહેર કરવાનાં ઇરાદાથી જાહેરમાં બીભત્સ સુત્રો પોકારવા નહી ગીતો ગાવા નહી અને ટોળામાં ફરકવુ નહી. પરવાનેદાર હથિયારધારકોએ હથિયાર સાથે શોપીંગ મોલ કે સિનેમા હોલમાં તથા એમ.પી. શાહ મ્યુનિ. ટાઉન હોલમાં પ્રવેશવું નહીં.આ જાહેરનામાના ભંગ કે ઉલ્લંધન બદલ ઓછામાં ઓછા ચાર મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો