પરવાનેદારોમાં દોડધામ:હથિયાર રિન્યુ નહીં કરાવનારા 96 પરવાનેદારોના હથિયારો જપ્ત કરાયા

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરવાનો પૂર્ણ થવા છતાં હથિયાર રાખનાર સામે પોલીસની લાલ આંખ
  • પોલીસના કડક પગલાંથી પરવાનેદારોમાં મચેલી દોડધામ

જામનગર જિલ્લામાં હથિયારનો પરવાનો પૂરો થઈ ગયા પછી પરવાનેદાર દ્વારા પોતાના હથિયારોનો પરવાનો રિન્યૂ કરાવાયો નથી અને પરવાના વગર પોતાના હથિયાર વાપરતા હોવાથી આવા પરવાનેદારો સામે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરાઇ છે અને 96 હથિયારો પોલીસ મથકમાં જમા કરી લેવાયા છે.

જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા હથિયારનો પરવાનો ધરાવનારા પરવાનેદારોની મોજણી કરાવ્યા પછી એસઓજી શાખાની ટીમને દોડતી કરાવાઈ હતી અને હથિયારનો પરવાનો પૂર્ણ થઈ ગયા પછી પરવાનેદારો પોતાની પાસે બિનઅધિકૃત રીતે હથિયારો રાખે છે કે કેમ તેની ચકાસણી કરવા માટેની સૂચનાઓ આપી હતી.

જે અનુસાર એસઓજી શાખા દ્વારા જામનગર શહેર-જિલ્લામાં તમામ પરવાનેદારોનું લિસ્ટ મેળવીને હથિયારના પરવાના અંગે ચેક કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેના અનુસંધાને 96 હથિયારના પરવાનેદારો એવા મળ્યા હતા કે જેઓએ પોતાના હથિયારનો પરવાનો રિન્યુ કરાવ્યો ન હતો અને તેમ છતાં પણ પોતાના હથિયારો રાખતા હતા. જેથી આવા 96 હથિયારો એસઓજીની ટીમ દ્વારા કબજે કરી લેવાયા છે. આ કાર્યવાહીને લઇને હથિયારના પરવાનેદારો, કે જેઓ રીન્યુ કરાવતા નથી, તેવા પરવાનેદારોમાં દોડધામ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...