નિર્ણય:જામનગરમાં આજી-4 અને ઊંડ-1 ડેમમાંથી મોડીરાત્રે પાણી છોડાયું

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નદીના પટમાં અને ડેમના નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા માટે મોડીરાત્રે જિલ્લા કલેક્ટરે સૂચના જારી કરી

જામનગર જિલ્લાના દરેક તાલુકાઓમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સોમવારે આખો દિવસ સતત મેઘવૃિષ્ટ થતી રહી હતી. આ અવિરત મેઘવર્ષાના પરિણામે આખા જિલ્લામાં નદી, વોકળા અને તળાવોમાં પાણીનો પ્રવાહ પણ સતત ચાલુ રહ્યો હતો. આથી જિલ્લાની સંખ્યાબંધ નદીઓમાં પુર આવ્યા છે તેમજ આજી-4 અને ઊંડ-1 ડેમમાંથી તો પાણી પણ છોડવું પડ્યું છે. આ ઉપરાંત અન્ય ડેમોમાં પણ પાણીની આવક સોમવારની મોડીરાત્રે પણ સતત ચાલુ જ રહી છે. આથી સોમવારે રાત્રે 10:15 કલાકે જિલ્લા કલેકટરે સૂચના જારી કરી છે કે, બીજા ડેમોમાં પણ પાણીની આવક ચાલુ હોવાથી લોકોએ ડેમના નીચાણવાળા વિસ્તારોમાં તેમજ નદીના પટમાં અવરજવર કરવી નહીં.

અન્ય સમાચારો પણ છે...