તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:પાણી પુરવઠા બોર્ડને રૂ. 26.22 કરોડ  ચાર્જ નહીં ચૂકવી ઠંડા પાણીએ નવડાવતી પાલિકા અને ગ્રામ પંચાયતો

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર જિલ્લામાં પા.પુ.બોર્ડનું ગ્રા.પં. પાસે રૂ.19,16,47,000 અને ન.પા. પાસે રૂ.7,06,20,000નું લેણું
  • લોકો પાસેથી પાણી વેરો ઉઘરાવતી ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓની પાણીનો મામૂલી ચાર્જ ભરવામાં ઘોર બેદરકારી : પા.પુ. બોર્ડ લાચાર
  • બોર્ડ દ્વારા સમયાંતરે ફ્ટકારવામાં આવતી નોટિસોનો ઉલાળિયો

જામનગર જિલ્લામાં હજુ પૂરતા પ્રમાણમાં વરસાદ થયો નથી. જો આ જ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો પ્રશ્ન ગંભીર બનવાની શકયતા નકારી શકાતી નથી. ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ પાણી વેરા પેટે લોકો પાસેથી દર વર્ષે લાખો રૂપિયા ઉઘરાવે છે. પરંતુ પાણી વિતરણની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં નિષ્ફળ જતી હોવાથી લોકોનો પાણીનો પ્રશ્ન ઉકેલાતો નથી.

સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ પાસેથી પાણી પુરવઠા બોર્ડ પાણીનો મામૂલી ચાર્જ વસૂલતી હોવા છતાં પંચાયતો અને પાલિકાઓ આ નાણાં વર્ષોથી ભરતી નથી. જેના પરિણામે જામનગર જિલ્લામાં નગરપાલિકા પાસે રૂ. 7.06 કરોડ અને ગ્રામ પંચાયતો પાસે રૂ. 19.16 કરોડ મળી કુલ રૂ.26.22 કરોડનું લેણું બાકી નીકળતું હોવા છતાં તેની વસૂલાત થતી નથી.

પાણીની તંગીના દિવસોમાં ગામે ગામ પાણી પહોંચાડવામાં ભારે હાલાકી પડતી હોવા છતાં પાણી પુરવઠા બોર્ડને વોટર ચાર્જ ચૂકવવામાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ ડાંડાઇ કરી રહી છે. આથી જામનગર જિલ્લામાં નગરપાલિકા પાસેથી રૂ. 70620000 અને ગ્રામ પંચાયતો પાસેથી રૂ.191647000 જેવી માતબર રકમ બાકી નીકળે છે.

અંતરિયાળ વિસ્તારમાં પાણી વિતરણની જવાબદારી સંભાળતું પાણી પુરવઠા બોર્ડ સિંચાઇ વિભાગ પાસેથી વેંચાતું પાણી લઇને પંચાયતોના સમ્પ કે ટાંકી સુધી પહોંચાડે છે. પરંતુ કમનીસીબી એ છે કે, સ્થાનિક સ્વરાજયની નગરપાલિકા અને ગ્રામ પંચાયતો પાસે પાણીના પૈસા માંગવા જાય છે ત્યારે ફદીયું આપતું નથી. પરિણામે દર વર્ષે કરોડો રૂપિયાની પાણી ચાર્જની રકમ ચોપડે આગળ ખેચાતી આવી રહી છે.

1 વર્ષમાં બોર્ડ દ્વારા ફકત રૂ. 44.14 લાખની વસૂલાત
ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ મામૂલી પાણી ચાર્જ ચૂકવતી ન હોય કરોડો રૂપિયા બાકી બોલી રહ્યા છે. આમ છતાં પાણી પુરવઠા બોર્ડ નાણાંની વસૂલાતમાં વામણું પુરવાર થયું છે. કારણ કે, વર્ષ 2020-21 માં પાણી પુરવઠા બોર્ડ દ્વારા ફકત 44.14 લાખની વસૂલાત કરવામાં આવી છે. જેમાં ગ્રામ પંચાયતો પાસેથી રૂ.1,85,000, અન્ય સંસ્થાઓ પાસેથી રૂ.1,63,000 અને ઔધોગિક એકમો પાસેથી રૂ.40,66,000 નો સમાવેશ થાય છે. જયારે નગરપાલિકાઓ પાસેથી ફદીયું પણ વસૂલી શકી નથી.

નોટીસો ફટકારવા છતાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ પાણીના નાણાં ચૂકવતી નથી
જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓને મામૂલી ચાર્જમાં પાણી આપવામાં આવે છે. આમ છતાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ પાણી ચાર્જ ન ચૂકવતા કરોડોનો ચાર્જ બાકી છે. આ માટે નોટીસો પણ આપવામાં આવી છે. આમ છતાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ પાણીના નાણાં ચૂકવતી નથી.> સી.બી.ઝાલા, કાર્યપાલક ઇજનેર, જલભવન, જામનગર.

પાલિકાને રૂ.4 અને પંચાયતોને રૂ.2 માં એક હજાર લીટર પાણી છતાં ચાર્જ ચૂકવવામાં ડાંડાઇ
પાણી પુરવઠા બોર્ડ દ્વારા નગરપાલિકાને રૂ.4 અને ગ્રામ પંચાયતોને રૂ.2 માં એક હજાર લીટર પાણી આપવામાં આવે છે. આમ છતાં પાલિકાઓ અને ગ્રામ પંચાયતો પાણી ચાર્જ ચૂકવાવામાં ડાંડાઇ કરતા કરોડો રૂપિયાનું લેણું બાકી છે.

જિલ્લામાં બાકી પાણી ચાર્જની ફેકટફાઇલ(રકમ લાખમાં)

સંસ્થાતા.1/4/2020ના બાકી ચાર્જબીલની રકમ

તા.30/9/2021 ના બાકી

ગ્રામ પંચાયતો1786.03132.291916.47
નગરપાલિકા665.2140.99706.2
અન્ય સંસ્થા67.084.7870.23
ઔધોગિક એકમ294.2349.9303.47

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...