જામનગરમાં ચાંદીબજારમાં પાઇપલાઇન લીકેજથી પાણીનો વેડફાટ થતાં માર્ગ પર તલાવડા ભરાયા હતાં. મનપાની ઢીલી કામગીરીથી પાણીના ફુવારા ઉડયા હતાં. પાણી વિતરણ સમયે લીકેજ થયું હતું. મહાપાલિકા દ્વારા પાઇપલાઇન લીકેજ અટકાવવા 5 કલાક સમારકામ કામગીરી ચાલી હતી.
જામનગરના ચાંદીબજાર વિસ્તારમાં મંગળવારે સવારે 9 કલાકની આસપાસ પાણી વિતરણ સમયે જ વાલ્વની બાજુમાં પાઈપ લાઈનમાં લીકેજ થયું હતું. પરિણામે પાણીનો વેડફાટ થયો હતો. જેના કારણે માર્ગ પર તલાવડા ભરાયા હતાં. આમ તો ચાર-પાંચ દિવસથી વાલ્વ રીપેરીંગ માટે ખાડો કરાયો હતો.
પરંતુ મરામત માટે તંત્રએ દરકાર લીધી ન હતી. આથી મંગળવારે વધારે લીકેજ થતા પાણીના ફૂવારા ઉડયા હતાં. મહાનગરપલિકાથી વોટર વર્કસ શાખાનો સ્ટાફ દોડી ગયો હતો અને મરામત કામગીરી હાથ ધરી હતી. જે બપોરે 2 કલાકે પૂર્ણ થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.