પ્રકાશના પર્વની ખરીદી:દિવાળીમાં ઘરની સજાવટ કરવા વોટર દીવા, અરોમા મીણબત્તી લોકોની પહેલી પસંદ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીવા અને મીણબત્તીના ભાવમાં 15 થી 20 ટકાનો વધારો છતાં વ્યાપક ખરીદી
  • બજારમાં રૂા. 20 થી 2 હજાર સુધીના ફેન્સી દિવા ઉપલબ્ધ : લવંડર અને રોઝ ફલેવરની મીણબતીની માંગ વધુ

જામનગરમાં દિવાળીના તહેવારને લઈને ચાલુ વર્ષે દિવા અને મીણબત્તીમાં અવનવી વેરાયટીઓ આવી છે. દિવામાં વોટર દીવા લોકોની પહેલી પસંદ બની છે તો મીણબત્તીમાં અરોમા મીણબત્તીની માંગ વધુ જોવા મળી રહી છે. જેમાં લવંડર અને રોઝ ફ્લેવરની ડિમાન્ડ ખૂબ વધુ છે. આ ઉપરાંત ટેબલ ઉપર રાખવામાં આવતી દિવાવાળી રંગોળી, કેન્ડલ સ્ટેન્ડ પણ ખૂબ જ ચાલી રહ્યા છે.

જો કે, ચાલુ વર્ષે રો-મટીરીયલ્સના ભાવમાં વધારો થતા દીવા અને મીણબત્તીના ભાવ માં 15 થી 20 ટકાનો વધારો નોંધાયો છે. બજારમાં ફેન્સી દીવા રૂ.20 થી લઈને 2000 સુધીના મળી રહ્યા છે. વર્ષનો મોટો તહેવાર અને નવા વર્ષની શરૂઆત થતી હોવાથી લોકો મોંઘવારીને ભૂલીને ઉત્સાહભેર દીવા અને મીણબત્તીની ખરીદી કરી રહ્યા છે તેમ જામનગરના વેપારીઓએ જણાવ્યું હતું.

મીણબત્તી ધ્યાન અને હીલિંગમાં પણ ઉપયોગી
મીણબત્તીમાં આ વખતે અરોમા મીણબત્તી ખૂબ જ ડિમાન્ડમાં છે કારણ કે દિવાળી બાદ તેનો ઉપયોગ ધ્યાન, હિલિંગની પ્રક્રિયા તેમજ રિલેક્સેશન માટે પણ કરી શકાય છે. આ મીણબત્તીમાં જાસ્મીન, એપલ, લવંડર અને વેનીલા જેવી અલગ અલગ સુગંધ ઉપલબ્ધ છે. ઉપરાંત તે પર્વત, ટેડી બિયર, કપ, બોટલ, પરપોટા તેમજ ફ્લાવરમાં આકારમાં હોવાથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. મીણબત્તી અમે લોકોને કસ્ટમાઇઝ પણ બનાવી આપી છીએ જેને પ્રોસેસ કરતા એક કલાક અને સંપૂર્ણ બનતા 24 કલાક લાગે છે. > રિશીતાબેન જોશી, વેપારી.

પાણીવાળા સેન્સર દિવાની માંગ વધુ
દિવાળીમાં આ વર્ષે પાણીવાળા સેન્સર દિવાની માંગ વધુ જોવા મળી રહી છે. જેમાં પાણી નાખવાથી દીવો ચાલુ થશે અને પાણી કાઢવાથી દીવો ઓલવાઈ જશે. ઉપરાંત પરંપરાગત દિવા પણ ખૂબ ચાલી રહ્યા છે. જેમાં ખાસ કરીને હાથી અને ઢોલક પર તેમજ સ્વસ્તિક આકારમાં આવતા દિવા પણ લોકોને આકર્ષી રહ્યા છે.

કેન્ડલ હેંગિંગ અને ટેબલ રંગોળીનો ટ્રેન્ડ વધુ
દર વર્ષે મીણબત્તી વાળા દિવા તો ચાલતા જ હોય છે પરંતુ આ વર્ષે ઘરની અંદર કે ઘરની બાલ્કનીમાં મુકવા માટે લોકો કેન્ડલ હેંગિંગ વધુ પસંદ કરી રહ્યા છે. ઉપરાંત ઘરના ટેબલ પર મુકવા માટે દીવાવાળી ટેબલ રંગોળીની પણ લોકો હોશે હોશે ખરીદી રહ્યા છે. તો વળી ઘરમાં સુશોભન કરવા માટે ફ્લોટિંગ દિવાની પણ માંગ વધુ છે.

અન્ય સમાચારો પણ છે...