જીવદયા પરમો ધર્મ:જામનગર ખાતે એનિમલ હેલ્પ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 750થી માળાઓ અને માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું

વિશ્વ પશુ દિવસના નિમિતે જામનગર ખાતે એનિમલ હેલ્પ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાઓ અને ચકલીના માળાનું નિઃશુલ્ક વિતરણ રાખવામાં આવેલ હતુ.

ઘણા બધા પશુઓ પક્ષીઓ પાણી વગર હેરાન થતા હોઇ છે, ઘણા બધા પશુઓ અને પક્ષીઓના પાણી ન મળવાના કારણે મૃત્યુ પામે છે અને ચકલીઓ માનવ વસ્તીનો વસવાટ હોઈ ત્યાં જ માળા બનાવતી હોઈ છે. પરંતુ કોંક્રિટના ઘર બની જવાના કારણે તે પોતાના માળા બનાવી શકતી નથી. તો આ કાર્યક્રમમાં પક્ષીઓ સાથે બીજા જીવો પ્રત્યે પણ લાગણીશીલ રહેવા અપીલ કરવામાં આવી હતી.

"જેમ માનવ માટે 108 ની સુવિધા છે તો પક્ષી માટે ઝડપી સારવાર શું કામ નહિ" એવા વિચાર સાથે સેવાની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પક્ષીઓ માટે પાણીના કુંડા, પૂઠાંના માળા તથા માટીના માળા આશરે 750 જેટલા નંગનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય આયોજક એનિમલ હેલ્પ જામનગર ગ્રૂપ હતું.

જ્યારે કોઈ પશુ પક્ષીઓ ઘાયલ થયા હોય અને સારવાર માટે આપની આસપાસ જો કોઈ પશુ પક્ષી ઘાયલ હોય તો આ ગ્રૂપનો સંપર્ક કરવો. તેવી આ ગ્રૂપ અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...