પાઇપલાઇનની શીફટીંગ કામગીરી:શહેરના ગુલાબનગર ઝોનમાં કાલે પાણી વિતરણ બંધ રહેશે

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મુખ્ય પાઇપલાઇનની શીફટીંગ કામગીરી કારણભૂત
  • 15 થી વધુ વિસ્તારોને મંગળવારે પાણી આપવામાં આવશે

જામનગરના ગુલાબનગરના એ ઝોન વિસ્તારમાં સોમવારે પાણી સપ્લાય બંધ રહેશે. મુખ્ય પાઇપલાઇનની શીફટીંગ કામગીરીને કારણે આ ઝોન હેઠળ આવતા 15 થી વધુ વિસ્તારોને મંગળવારે પાણી અપાશે જામનગરના ગુલાબનગર પાસે નવા બનેલા સીએનજી પમ્પ પાસેથી પસાર થતી મુખ્ય 500 એમએમ ડાયાની પાઈપલાઈન શિફટીંગ કરવામાં આવી છે. જે હૈયાત પાઈપલાઈન સાથે જોડાણ કામ કરવાનું થતું હોવાથી આ પાઈપલાઈનથી પાણી મેળવતા ગુલાબનગર ઝોન હેઠળના વિસ્તારોમાં પાણી પુરવઠો સોમવારે બંધ રહેશે.

જે અન્વયે ગુલાબનગર એ ઝોન હેઠળ આવતા વિસ્તારો ભોંઈવાડો, ચંપાકુંજ, વાઘેરવાડો, કોળીવાડ, કુંભારવાડો, નાગનાથ ગેઈટ વિસ્તાર, પટણીવાડ, નારાયણનગર, મોહનનગર, સિન્ડીકેટ સોસાયટી, લાલવાડી, વૃંદાવનધામ વગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. બીજા દિવસે એટલે કે મંગળવારે પ્રથમ એ ઝોન અને ત્યારપછીના દિવસે બી ઝોનમાં રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે તેમ મહાનગર પાલિકાની વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનેરની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...