યુધ્ધના ધોરણે ટ્રેક મરામત શરૂ:અલીયાબાડા-જામવંથલી વચ્ચે 200 મીટર રેલવે ટ્રેક ધોવાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
યુધ્ધના ધોરણે ટ્રેક મરામત શરૂ - Divya Bhaskar
યુધ્ધના ધોરણે ટ્રેક મરામત શરૂ
  • સૌરાષ્ટ્ર મેલ 7 અને ઓખા રામેશ્વરમ ટ્રેન 9 કલાક મોડી પડી

જામનગરમાં રવિવાર બપોર બાદથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જિલ્લાના ગામડાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. જેને કારણે રેલવે વ્યવહારને અસર પહોંચી છે. અલીયાબાડાથી જામવંથલી વચ્ચે 200 મીટર રેલવે ટ્રેક ધોવાઈ જતાં સૌરાષ્ટ્ર મેલ અને ઓખા રામેશ્વરમ 2 કલાક મોડી પડી હતી.

જામનગરમાં જિલ્લામાં ભારે વરસાદના પગલે મોટાભાગના ગામડાઓમાં સ્થળ ત્યાં જળની સ્થિતી જોવા મળી હતી. જેને કારણે વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો તો રેલવે વ્યવહાર પણ ખોરવાયો હતો. અમુક ટ્રેન તાત્કાલિક ધોરણે આંશિક રદ કરવામાં આવી હતી. અમુક ટ્રેનનો સમય બદલીને રિશિડ્યુલ કરાઇ હતી. કેટલીક ટ્રેન રાજકોટ અને જામનગર સ્ટેશન પર અટકાવી દેવામાં આવી હતી. ભારે વરસાદને પગલે જામનગરના અલીયાબાડાથી જામવંથલી વચ્ચેના રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા 6 અલગ અલગ જગ્યા સહિત કુલ 200 મીટર રેલવે ટ્રેકનું ધોવાણ થયું હતું. જેની મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

રેલ્વે અધિકારીઓના જણાવ્યા મુજબ આ કામગીરી સાંજ સુધીમાં પૂર્ણ થઇ જશે. જેથી આવતીકાલથી રાબેતા મુજબ ટ્રેન વ્યવહાર શરૂ થઈ જશે. જો કે, સૌરાષ્ટ્ર મેલ 7 કલાક અને ઓખા રામેશ્વરમ ટ્રેન નિર્ધારિત સમય કરતાં 9 કલાક મોડી ચાલી રહી છે.

રૂપારેલ, પસાયાબેરાજા નદીમાં પૂર અને રેલવે ટ્રેક ધોવાતા અલિયાબાડા પ્રથમવાર બેટમાં ફેરવાયું
રવિવારે રાત્રીના અનરાધાર વરસાદથી રૂપારેલ અને પસાયાબેરાજા નદીમાં પૂર આવતા અને રેલવે ટ્રેકનું ધોવાણ થતાં અલિયાબાડા સોમવારે પ્રથમવાર બેટમાં ફેરવાયું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. સવારે 7 વાગ્યાથી પાણી આવવાનું શરૂ થયું હતું. જેનું લેવલ સતત વધતા નીચાળવાળા વિસ્તારોમાં રહેણાંક મકાનોમાં 8 થી 10 ફુટ પાણી ભરાતા લોકોના જીવતાળવે ચોંટયા હતાં. બપોરે પાણીનું લેવલ ઘટયું હતું.

અન્ય સમાચારો પણ છે...