માફી યોજના:શહેરમાં મિલકત વેરો ન ભરનાર 28 આસામીને વોરંટની બજવણી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાકી મિલકત વેરાના વ્યાજમાં 100 ટકા માફી યોજના કાર્યરત

જામનગરમાં મિલકત વેરો ન ભરનાર 28 આસામીને વોરંટની બજવણી કરવામાં આવી હતી. 11 બાકીદારો પાસેથી રૂ.2.86 લાખની વસૂલાત કરાઇ હતી. બાકી મિલકત વેરાના વ્યાજમાં 100 ટકા માફી યોજના કાર્યરત હોય લાભ લેવા અનુરોધ કરાયો છે.

જામ્યુકોની મિલકત વેરા શાખા દ્રારા વોર્ડ નં.2 ના 17 આસામી કે જેઓનો મિલ્કત વેરો કુલ રૂ.12.35,545 બાકી હોય સ્થળ ૫ર વોરંટની બજવણી કરવામાં આવી હતી. જયારે વોર્ડ નં.14 માં કુલ 11 આસામીઓ કે જેઓનો મિલ્કત વેરો કુલ રૂા. 2, 27,239 બાકી હોય સ્થળ ૫ર અનુસૂચિની બજવણી કરાઇ છે.

વોર્ડ નં.2 માં 2 આસામી પાસેથી રૂા. 31175, વોર્ડ નં. 10માં 1 આસામી પાસેથી રૂા. 45,878, વોર્ડ નં. 14માં 2 આસામીઓ પાસેથી રૂા.40,044, વોર્ડ નં. 15માં 6 આસામી પાસેથી રૂા. 1,69,326 સહિત કુલ 11 આસામીઓ પાસેથી કુલ રૂા. 2, 86,423ની વસુલાત કરવામાં આવી હતી.

મહાનગરપાલિકા ઘ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2022-23 અંતર્ગત મંજુર થયેલા જનરલ બોર્ડ ઠરાવ અનુસાર જામનગર શહેર હદ વિસ્તારમાં સમાવિષ્ટ તમામ મિલ્કતોમાં 2006 (તા.31-3-2006) સુઘીની બાકી રોકાતી મિલ્કત વેરાની રકમ ઉ૫ર ચડત થયેલ વ્યાજમાં 100 ટકા વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી છે.

સદરહુ વ્યાજ માફી યોજના તા.31-3-2023 સુઘી અમલમાં હોય, તો શહેરીજનોએ વ્યાજમાફીનો લાભ લેવા અનુરોઘ કરવામાં આવ્યો છે. શહેર હદ વિસ્તારમાં સમાવિષ્ટ તમામ મિલ્કતોમાં તા.1-4-2006 થી બાકી રોકાતી મિલ્કત વેરાની રકમ ઉ૫ર ચડત થયેલ વ્યાજમાં 50 ટકા વ્યાજ રાહત યોજના પ્રો-રેટાના ઘોરણે જાહેર કરાઇ છે. યોજના તા.31-3-2023 સુઘી અમલમાં હોય તો શહેરીજનોએ પ્રો-રેટા મુજબ લાભ લેવા જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...