તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વોર્ડ નં.15માં નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ અભાવ !
વોર્ડ નં.15 એટલે જામનગર શહેરના ભાગોળેનો વિસ્તાર આ વિસ્તારમાં નવી બનેલી સોસાયટીઓ વોર્ડમાં જોડાઈ છે જેના કારણે આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે જેના કારણે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જે આ ચૂંટણીનો મુખ્ય મુદ્દો બની રહેશે, બાકી ભાગોળે આવેલા વિસ્તાર અને જૂના વિસ્તારોમાં ગીચતાના કારણે આ વિસ્તારમાં મેદાન, કોમ્યુનિટી હોલ કે બગીચા જેવી કોઈ સુવિધા નથી. વર્ષ 2015માં ચારેય સીટ કોંગ્રેસે કબજે કરી હતી.
આટલા વિસ્તારનો સમાવેશ
ગોકુલનગર, શંકરટેકરી, ઈવા પાર્ક, રઝાનગર, મયુર ટાઉનશીપ, ઈન્ફન્ટ્રી લાઈન, રઘુવીર પાર્ક, મયુર બાગ, ગ્રીનસિટી, રામનગર વગેરે.
મતદારોનું વર્ગીકરણ
દલિત-10,000| પટેલ-4,500| મુસ્લિમ-3,000
સતવારા-2,800 | કોળી-2,500 | ક્ષત્રિય-2,500
સીટો
2 મહિલા સામાન્ય
2 સામાન્ય પુરૂષ
વોર્ડ નં.16 વાડી વિસ્તારનો સમાવેશ થતાં અનોખો સંગમ !
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.16 એટલે જામનગર શહેર અને વાડી વિસ્તારનો સંગમ કરતો વિસ્તાર. આ વિસ્તારમાં સમસ્યાના નામે તો કોઈ મુખ્ય સમસ્યાઓ નથી, પરંતુ શહેરના ભાગોળે આવેલા વિસ્તારોમાં જૂના અને નવા બાંધકામ હોઈ, ક્યાંક પાણીની અને ગટરની સમસ્યાઓ રહે છે. આ વિસ્તાર જામનગર શહેરના સૌથી વધુ ડેવલોપ થયેલા વિસ્તારોમાંનો એક ગણાય છે. વર્ષ 2015માં અહીં ચારેય સીટો કોંગ્રેસે જીતીને અપસેટ સર્જયો હતો. ભાજપે આ વખતે નવા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.
આટલા વિસ્તારનો સમાવેશ
સરદાર પાર્ક, પટેલ પાર્ક, સાધના કોલોની, મહાવીર સોસાયટી, નિલકંઠનગર, નંદનવન સોસાયટી, મયુર ગ્રીન્સ, મયુર ટાઉનશીપ વગેરે.
મતદારોનું વર્ગીકરણ
દલિત-2,000 | મુસ્લિમ-4,000 | પટેલ-6,000
સતવારા-1,500 | બ્રાહ્મણ-1,000 | સિંધી-1,000
સીટો
2 સામાન્ય મહિલા - 1 સામાન્ય પુરૂષ 1 પુરૂષ દલિત.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.