તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:જામનગર શહેરના વોર્ડ નં. 2-3માં આજે 20,000 પરિવારોને પાણી નહિં મળે !

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોલેરિયમ ઝોનની પાણીની પાઇપ લાઇન લીકેજ અને વાલ્વ કારણભૂત
  • ગુરૂવારના અને શુક્રવારના રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે

જામનગરના વોર્ડ નં.2 અને 3 માં બુધવારના રોજ 20000 પરિવારોને પાણી નહીં મળે. સોલેરિયમ ઝોનની પાણીની પાઇપ લાઇન લીકેજ અને વાલ્વને કારણે આ સમસ્યા સર્જાઇ છે. જેના પગલે શહેરના આ બન્ને વોર્ડને બુધવારે પાણી વિતરણથી વંચિત રહેવું પડશે, જોકે, ગુરૂવાર અને શુક્રવારના રોજ ફરીથી રાબેતા મુજબ પાણી વિતરણ તંત્ર દ્વારા કરવામાં આવશે.

જામનગરમાં સોલેરિયમ ઇએસઆર હેઠળ આવતા વિસ્તારમાં ગુરૂદ્વારા પાસે આવેલી સોલેરિયમ ઝોનની પાણીની આવકની મુખ્ય પાઇપ લાઇન લીકેજ થઇ છે. જેને રીપેર કરવા તથા જામ્યુકો દ્વારા જુનો વાલ્વ કાઢી નવો વાલ્વ બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના કારણે સોલેરિયમ ઇએસઆરના ઝોન-બી હેઠળ આવતા વોર્ડ નં.2 અને 3 ના વિસ્તારો ગાંધીનગર, મોમાઇનગર, રાંદલનગર, પટેલ કોલોની, શાંતિનગર, શાસ્ત્રીનગર, પટેલ કોલોની શેરી નં.1 થી 12 સહીત સંલગ્ન વિસ્તારોમાં બુધવારે પાણી વિતરણ બંધ રહેશે. જેના કારણે 20000 જેટલા પરિવારોને પાણી મળશે નહીં. પાણી વિતરણ બંધના બીજા દિવસે એટલે કે ગુરૂવારે ઝોન બીમાં અને શુક્રવારે ઝોન-એ માં રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે તેમ મનપાના સીટી એન્જીનીયરે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...