જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં વોર્ડ નં.13,14,15 માં રૂ.6 કરોડના ખર્ચે સીસી રોડ, પેવર બ્લોકના કામનો નિર્ણય કરાયો હતો. ફાયર શાખાના 7 વાહન, 2 બોટની ખરીદી માટે રૂ.3.58 કરોડ ખર્ચાશે. ત્રણ દરવાજા, તળાવના ઝરૂખા, ખંભાળિયા દરવાજાને રીકોટીંગ કરાશે. જામ્યુકોની સ્ટેન્ડીંગ કમીટીની બેઠક શુક્રવારે ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં 15 માં નાણાંપંચની ગ્રાન્ટ અન્વયે ફાયર શાખા માટે જુદા-જુદા 7 નંગ વાહનની ખરીદી માટે રૂ.3.16 કરોડ અને બે રેસ્કયુ બોટની ખરીદી માટે રૂ.42 લાખ મંજૂર કરાયા હતાં.
વોર્ડ નં.12 અને 16 માં રૂ.1.69 કરોડના ખર્ચે કિર્તી પાનથી હર્ષદમીલની ચાલી થઇ ઘાંચીની ખડક સુધીના અધુરા ડીપી રોડમાં વરસાદી પાણીની આરસીસી બોકસ કેનાલ સીસી રોડ બનાવશે. શિક્ષણ સમિતિની શાળાઓમાં સ્ટ્રેન્ધનીંગ ઓફ ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીના કામ માટે 20 લાખ મંજૂર કરાયા હતાં.
શહેરના ત્રણ દરવાજા, તળાવની ફરતે આવેલા ઝરૂખા, ખંભાળિયા ગેઇટના સ્ટ્રેન્ધીંગ અને રીકોટીંગ કરવાની કમિશ્નરની દરખાસ્તનો સૈંધ્ધાતિક સ્વીકાર કરાયો હતો. વોટર વર્કસ શાખાના ડંકી વિભાગ માટે છકડો રીક્ષા ભાડે રાખવાના કામ માટે રૂ.1.57 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. વોર્ડ નં.16 માં ટીટોડીવાડી મેઇન કેનાલને જોડતી સ્ટ્રોમ વોટર આરસીસી કેનાલના કામનો સૈધ્ધાતિંક સ્વીકાર કરાયો હતો.
હર ઘર તિરંગા અન્વયે રૂા. 50.20 લાખના ખર્ચે ધ્વજ ખરીદાશે
જામ્યુકોની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં હર ઘર તિરંગા અન્વયે ધ્વજ ખરીદી માટે રૂ.50.20 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. શ્રાવણી મેળામાં જન્માટષ્ટમીના પ્રદર્શન ગ્રાઉન્ડમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓની મુદતમાં વધારો મંજૂર કરાયો છે. 15 ઓગષ્ટની પૂર્વ સંધ્યાએ ચાંદી બજારમાં દેશભકિતના ગીતનો કાર્યક્રમ યોજાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.