સ્વચ્છતા અભિયાન:જામનગર મનપા દ્વારા સફાઈ ઝુંબેશ અંતર્ગત વોર્ડ નંબર 10 અને 101 સફાઈ કરી સ્વચ્છ સુંદર બનાવ્યો

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકા ના કમિશનર વિજય ખરાડી નાયબ કમિશનર ભાવેશ જાની ની સૂચના અનુસાર તેમજ સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર મુકેશ વરણવા ના માર્ગદર્શન અનુસાર સમગ્ર શહેરને સ્વચ્છ રાખવા માટે નિયમિત તમામ વોર્ડ સ્વચ્છ સુંદર રહે તે માટે "વન ડે વન વોર્ડ" મનપા દ્વારા સફાઈ ઝુંબેશ ચાલી રહી છે, જે અંતર્ગત ગઈકાલે વોર્ડ નંબર 10 માં આવતા તમામ વિસ્તારની સાફ-સફાઈ કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં વન-ડે, વનવોર્ડ અંતર્ગત દરેક વોર્ડ માં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ વિસ્તારોમાં જઈ ટ્રેક્ટર જેસીબી અને સફાઈ કર્મચારીઓ સાથે મળી સમગ્ર વોર્ડ ને સ્વચ્છ બનાવે છે , જેમાં ગઈકાલે વોર્ડ નંબર 10 માં આવતા વિસ્તારો કડિયા વાળ, જાડેજા વાસ ,રણજીત રોડ ,કેવી રોડ ,રાજપાર્ક ,ભોઈ વાળો, ખવાસ વાળો સહિતના વિસ્તારોમાં 101 સફાઈ કર્મચારીઓએ સાથે મળી સમગ્ર વોર્ડને સ્વચ્છ સુંદર બનાવ્યો હતો અને ત્યારબાદ ડીડીટી પાવડર નો છંટકાવ કર્યો હતો, આ સાથે જ એક જેસીબી અને બે ટ્રેક્ટર દ્વારા સમગ્ર કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

આ તકે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને પણ તેમના ઘરની આસપાસ સ્વચ્છતા જાળવી રાખવા, આસપાસના વિસ્તારોમાં કચરાનો નિકાલ ન કરવા , સૂકો અને ભીનો કચરો અલગ- અલગ ડસ્ટબિનમાં મૂકવો તેમજ ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન કરનારને જ કચરો આપવો જાહેર માર્ગો પર કચરાનો નિકાલ ન કરવા અનુરોધ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...