તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • War based Construction Of One Thousand Bed Kovid Hospital With Oxygen Facility In Jamnagar Continues, 400 Beds Will Be Operational In Two Days

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોવિડ હોસ્પિટલ:જામનગરમાં ઓક્સિજનની સુવિધા સાથે એક હજાર બેડની કોવિડ હોસ્પિટલનું યુદ્ધના ધોરણે નિર્માણ કાર્ય ચાલુ, બે દિવસમાં 400 બેડ કાર્યરત થઈ જશે

જામનગર11 દિવસ પહેલા
 • જામનગરની ડેન્ટલ કોલેજમાં એક હજાર હજાર બેડની કોવિડ હોસ્પિટલનું કામ ચાલુ કરાયું
 • બે દિવસમાં 400 બેડ કાર્યરત થઈ જશે, જયારે અઠવાડિયામાં વધુ 600 બેડ તૈયાર કરવામાં આવશે

રાજ્યભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દિન-પ્રતિદિન સંક્રમણ વધી રહ્યું છે. વધતા જતા સંક્રમણને કાબુમાં લેવા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે અનેક પગલાં લેવાઇ રહ્યાં છે.

જ્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ મહામારી સામે લડવામાં લોકોને મદદ કરવામાં આવી રહી છે. જ્યારે જામનગરમાં એક હજાર બેડની કોવિડ હોસ્પિટલનું યુદ્ધના ધોરણે નિર્માણ કાર્ય ચાલું કરવામાં આવ્યું છે. જેનું સંચાલન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કરશે. જામનગરની ડેન્ટલ કોલેજમાં એક હજાર હજાર બેડની કોવિડ હોસ્પિટલનું યુદ્ધના ધોરણે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જરૂરી સાધનો, સુવિધા હાલમાં તૈયાર કરવામાં આવી રહી છે. કોરોના દર્દીની સારવાર માટે શહેરમાં એક વધુ સુવિધા શરૂ થતાં લોકોને રાહત થશે.

જામનગરની ડેન્ટલ કોલેજમાં એક હજાર બેડની કોવિડ હોસ્પિટલનું યુદ્ધના ધોરણે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કોવિડ હોસ્પિટલમાં જરૂરી સાધનો, સુવિધા હાલમાં તૈયાર કરવામાં આવી રહી છે. અહીં બે દિવસમાં જ ઓક્સિજનની સુવિધા સાથેના 400 બેડ કાર્યરત થઈ જશે.

જયારે અઠવાડિયામાં જ વધુ 600 બેડ તૈયાર કરવામાં આવશે. આ હોસ્પિટલ કાર્યરત થતા જામનગરની સાથે જ દેવભૂમિદ્વારકા, પોરબંદર સહિતના જિલ્લાના કોરોના દર્દીઓને પણ ઉત્તમ સારવાર મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો