તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજીવિકા છીનવાઇ:લોન, મકાન વેરા, ઇલેકટ્રીક બીલમાં માફી આપો: સાઉન્ડ, લાઇટ, ડીજે એસો.ની માંગણી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર એસએલડી એસોસિએશન દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરાઇ

કોરોના કાળમાં લગ્ન પ્રસંગોના મોટા આયોજનો, મેળાવડા, ગીત-સંગીતના કાર્યક્રમો બંધ રહેતા જામનગર જિલ્લામાં સાઉન્ડ, લાઇટ, ડી.જે.ના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની આજીવિકા છીનવાઇ ગઇ છે. આવી સ્થિતિ વચ્ચે સાઉન્ડ, લાઇટ, ડી.જે. સિસ્ટમના ઓનર્સને વગર વ્યાજે લાંબી મુદતની લોન આપવા, વ્યવસાય ચાલુ ન થાય ત્યાં સુધી આત્મનિર્ભર સહિત ચાલુ લોનમાં માફી આપવાની માંગ સાથે સાઉન્ડ, લાઇટ, ડી.જે. એસ.એલ.ડી. એસો. દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરાઇ છે.

સાઉન્ડ, લાઇટ, ડી.જે. એસએલડી એસોના પ્રમુખ હેમલ પુર્ખા તથા સેક્રેટરી બ્રિજેશ દુધૈયા સહિતનાઓએ કરેલી રજૂઆતમાં જણાવ્યું કે કોરોના કાળમાં સરકાર દ્વારા લગ્ન પ્રસંગમા ભભકાદાર આયોજનો, જ્ઞાતિ તથા સંસ્થાના મેળાવડાઓ, ગીત અને સંગીતના આયોજનો ઉપર રોક લગાવવામાં આવી છે. એટલું જ નહી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી વેળાએ પ્રચાર અર્થે આવેલા કાર્યકરોએ અમારો વ્યવસાય શરૂ કરવા સરકારમાં રજૂઆત કરવાના ઠાલા વચનો આપ્યા હતા. જેથી અમારી હાલત કફોડી બની છે. હવે કોરોના સંક્રમણ ઘટતા વ્યવસાયની છુટ આપી પ્રસંગોમાં લોકોની સંખ્યાની મર્યાદા વધારવામાં આવે જેથી સાઉન્ડ ડી.જેના ધંધાર્થીઓને રાહત મળી શકે. વધુમાં ઓનર્સને સરકારી બેંકો દ્વારા વગર વ્યાજે લાંબી મુદતની લોન આપવામાં આવે તથા જયા સુધી વ્યવસાય રાબેતા મુજબ શરૂ ન થાય ત્યાં સુધી આત્મનિર્ભર લોન અને અન્ય ચાલુ લોનમાં પણ માફી આપવા અને પરિવારના બાળકોની શિક્ષણ ફીમાં પણ માફી આપવા માંગ છે તથા મકાન વેરા બિલ અને ઇલેકટ્રીક બિલમાં માફી આપવા એસએલડી એસોએ માંગ ઉઠાવી છે.

અન્ય સમાચારો પણ છે...