ટ્રેનમાં લાંબુ વેઇટીંગ:જામનગરથી ઉપડતી ઉત્તરપ્રદેશ, બિહાર, હરિદ્વારની ટ્રેનમાં 200 ટિકિટનું વેઇટીંગ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાના કેસ તળીયે પહોંચતા દિવાળી વેકેશનના એડવાન્સ પ્લાનને કારણે કારણે ટ્રેનમાં મોટું બુકીંગ

જામનગર સહિત ગુજરાતભરમાં કોરોનાના કેસ તળીયે પહોંચતા લોકો અત્યારથી જ દિવાળીના વેકેશનમાં ફરવા જવાની તૈયારી કરી રહ્યા છે. જેને કારણે જામનગર સ્ટેશનથી આવાગમન કરતી લાંબા રૂટની ટ્રેનમાં લાંબુ વેઇટીંગ જોવા મળી રહ્યું છે. જેમાં ખાસ કરીને હરિદ્વાર, બિહાર અને ઉતરપ્રદેશ જતી ટ્રેનમાં 100 થી 200નું વેઇટીંગ જોવા મળી રહ્યું છે. કોરોનાના કેસ ઘટતા સરકાર દ્વારા નવરાત્રિની ઉજવણીની છૂટ આપવામાં આવી છે.

જન્માષ્ટમી બાદ દિવાળીમાં સૌથી લાંબું વેકેશન હોવાથી અત્યારથી જ લોકો બહારગામ ફરવા જવાની તૈયારી કરી રહ્યા છે. જામનગર જિલ્લામાં મહાકાય ઉધોગ આવેલા હોય અન્ય રાજયોમાંથી કારીગર રોજગારી માટે આવતા હોય છે. જેથી દિવાળીના સમયે કારીગરો પોતાના દેશમાં વેકેશન માણવા જાય છે. જેને પગલે જામનગર સ્ટેશનેથી આવાગમન કરતી લાંબા રૂટની ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે.

એડવાન્સ બુકીંગના કારણે મોટાભાગની હોટલો હાઉસફુલ
ચાલુ વર્ષે કોરોના કેસ તદન ઘટી જતાં દિવાળી વેકેશનમાં રાજય અને રાજયની બહાર ફરવા જવા માટે લોકોએ એડવાન્સ બુકીંગ કરાવતા મોટાભાગની હોટલો હાઉસફુલ થઇ ગઇ હોવાનું ટ્રાવેલ એડવાઇઝરોએ જણાવ્યું છે. દિવાળીના કારણે ફલાઇટના ભાવમાં આંશિક વધારો થયો છે. જેને કારણે લોકોમાં દુબઈ જવાનો ક્રેઝ ઘટયો છે.

કઈ ટ્રેનમાં કેટલું વેઇટીંગ (4 નવે.સુધીની સ્થિતિ)

ટ્રેનવેઇટીંગ
હાવડા110

પોરબંદર-મુઝફરપુર

180
ઓખા-ગોહાટી66
ઓખા-દહેરાદૂન207

ફરવાના સ્થળોમાં રાજસ્થાન અને હિમાચલ ફેવરીટ
કોરોનાના કેસ તળીયે પહોંચતા અને માનસિક રીતે હળવા થવા માટે ચાલુ વર્ષે ફરવાના સ્થળોમાં લોકોમાં રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ વધુ ફેવરીટ છે. રાજસ્થાન પસંદગી કરવામાં પાછળનું મુખ્ય કારણ એ છે કે ત્યાંના મોટા ભાગના ફરવાલાયક સ્થળ પર બાય રોડ જઈ શકાય છે. વળી, કોરોના હજુ સંપૂર્ણ પણે નાબુદ થયાે ન હાેવાના કારણે ફલાઇટના બદલે લોકો પોતાના વાહનમાં જવાનું વધારે પસંદ કરી રહયા છે. જેથી રાજસ્થાન ફેવરીટ બન્યું છે, હિમાચલમાં વરસાદ બાદ હરિયાળી વધુ હોવાથી ત્યાંનું વાતાવરણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. - વિશાલ ભારદિયા, ટ્રાવેલ એડવાઈઝર

​​​​​​​ગુજરાતમાં સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાવાગઢમાં ધસારો રહેશે
ચાલુ વર્ષે દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ફરવા જવા માટેની ઇન્કવાયરી વધી છે. ટ્રાવેલ એજન્ટોના જણાવ્યા મુજબ સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદ, બરોડા, દીવ, પાવાગઢ, જુનાગઢ, અંબાજી સહિતના સ્થળો લોકોનો ઘસારો જોવા મળેશે.

અન્ય સમાચારો પણ છે...