રજૂઆત:મધ્યાહન ભોજનના કર્મીઓને ચૂકવાતું વેતન મશ્કરી સમાન

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારી મંડળ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત
  • ઓછા ખર્ચમાં નાસ્તો-ભોજન બનાવવું અશકય

જામનગર સહિત રાજયભરમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને રૂ.300 થી 1600 ચૂકવાતું વેતન મશ્કરી સમાન હોય વેતનમાં વધારો કરવા ઓલ ગુજરાત રાજય મધ્યાહન ભોજન કર્મચારી મંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. મોંઘવારીમાં ઓછા ખર્ચમાં નાસ્તો અને ભોજન બનાવવું અશક્ય હોવાનું જણાવાયું છે.ઓલ ગુજરાત રાજય મધ્યાહન ભોજન કર્મચારી મંડળે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યાનુસાર હાલમાં યોજનના કર્મચારીઓનું માસીક વેતન રૂ.300 થી 1600 છે. જયારે અન્ય રાજયમાં જેમ કે પોંડીચેરીમાં 21000, કેરલામાં 14000 છે. આથી વેતનમાં વધારો કરવા માંગણી કરી છે.

તદઉપરાંત સરકાર દ્વારા બાળકોને આપવામાં આવતા ભોજનના બે ભાગ કરી નાસ્તો આપવાનું સૂચવામાં આવ્યું છે. પરંતુ મોંઘવારીમાં ઓછા ખર્ચે નાસ્તો અને ભોજન બનાવવું શકય નથી. આ માટે અલગથી ખર્ચ ચૂકવવા માંગણી કરી છે. વળી છેલ્લાં બે વર્ષથી કુંકીંગ કોસ્ટમાં પણ વધારો થયો નથી. આથી આ પડતર માંગણીઓ તાકીદે નહીં સ્વીકારવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી રાજયના કર્મચારી મંડળે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...