તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • Wadala Patiya With 6 Cartons Of Liquor, Foreign Liquor Seized, Liquor Worth Rs 28,000 Seized, Detailed Interrogation Of The Arrested Person

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:વડાળા પાટીયા પાસે 6 પેટી દારૂ સાથે પરપ્રાંતિય ઝબ્બે, રૂપિયા 28 હજારનો દારૂ કબજે કરાયો, પકડાયેલા શખ્સની ઝીણવટભરી પુછતાછ

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કાલાવડ તાલુકાના મોટાવડાળા પાટીયા પાસેથી ગ્રામ્ય પોલીસની ટીમે ઇંગ્લીશ દારૂની72 બોટલ સાથે પરપ્રાંતિય ખેતમજુરને દબોચી લીઘો હતો.પોલીસે તેના કબજામાંથી રૂ.28,800નો દારૂનો જથ્થો કબજે લઇ તેની ઘનિષ્ઠ પુછપરછના ચક્રો ગતિમાન કર્યા છે. દારૂની હેરાફેરી કરતા પકડાયેલો આરોપી મુળ દાહોદ પંથકનો હોવાનુ બહાર આવ્યુ છે.પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ કાલાવડ રૂરલ પોલીસની ટીમ ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસ ટીમે મોટા વડાળા ગામના પાટીયા પાસેના રોડ પર શ઼કાસ્પદ હાલતમાં પસાર થતા ખુમાન જુવાનસિંગ ચંગોળ (રે.પાવ, હોળી ફળીયુ,દાહોદ)ને અટકાવી તેની તલાશી લીઘી હતી.

જે તલાશી દરમિયાન તેના કબજામાંથી ઇંગ્લીશ દારૂની72 બોટલનો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે રૂ.28,800ની કિંમતનો દારૂ કબજે કર્યો હતો.પોલીસે તેની સામે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ દારૂનો જથ્થો કયાંથી લવાયો છે? કોને આપવાનો હતો? સહિતની બાબતોનો તાગ મેળવવા માટે પોલીસે પકડાયેલા શખ્સની જીણવટભરી પુછપરછ સાથે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો