તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલિટીકલ:જામનગર જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં 2 જાન્યુઆરીએ મતદાન

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 23 ડીસે.સુધી ફોર્મ પરત ખેંચી શકાશે: 4 જાન્યુ.ના મતગણતરી

જામનગર જિલ્લા સહકારી સંઘની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં 2 જાન્યુઆરીના મતદાન અને 4 જાન્યુઆરીના મતગણતરી થશે. 15 ડીસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. 23 ડીસે.સુધી ફોર્મ પરત ખેંચી શકાશે.

જામનગર જિલ્લા સહકારી સંઘની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર તા.7 થી 15 ડીસેમ્બરના સવારે 11 થી બપોર 3 કલાક સુધી જામનગર શહેર મામલતદાર કચેરી, મહેસૂલ સેવા સદન, શરૂ સેકશન રોડ ખાતેથી મળી રજૂ કરી શકાશે. તા.16 ડીસેમ્બરના ઉમેદવારીપત્રોની ચકાસણી કરી તા.17 ડીસેમ્બરના બપોરે 3 કલાકે માન્ય ઉમેદવારીપત્રોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. તા.18 થી 23 ડીસેમ્બર સુધીમાં સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધીમાં ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે. તા.24 ડીસેમ્બરના બપોરે 3 કલાકે શહેર મામલતદાર કચેરીમાં ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે. ચૂંટણીમાં તા.2 જાન્યુઆરીના સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી મહેસૂલ સેવા સદન, શરૂ સેકશન રોડ ખાતે મતદાન થશે. તા.4 જાન્યુઆરીના મતગણતરી પૂર્ણ થતા પરિણામ જાહેર થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો