'અવસર લોકશાહી'નો કેમ્પેઇન:કાલાવડ વિધાનસભા બેઠક ખાતે “અવસર રથ” દ્વારા મતદારોને મતદાન કરવા જાગૃત કરાયા

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 સંદર્ભે અવસર લોકશાહીના કેમ્પેઇન અંતર્ગત સમાજનાં વિવિધ વર્ગોનાં લોકો, સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની ભાગીદારીથી ઉચ્ચ મતદાન થાય તથા વધુને વધુ લોકોમાં મતદાન જાગૃતિ આવે તે હેતુથી અવસર રથ દ્વારા લોકોને મતદાન કરવા અંગેની જાણકારી આપવામાં આવી રહી છે. ત્યારે જામનગર જિલ્લાની 76-કાલાવડ વિધાનસભા બેઠક ખાતે “અવસર રથ” દ્વારા મતદારોને મતદાન કરવા જાણકારી આપી જાગૃત કરાયા હતા.

મતદાન પ્રત્યે જાગૃત કરાયાં
મતદારોને જાગૃતિ આપવાના હેતુથી આજરોજ જામનગર જિલ્લાની 76-કાલાવડ વિધાનસભાના ખારવા રોડ, ગોકુલ પાર્ક, મફત પ્લોટ, બસ સ્ટેશન રોડ, હરધ્રોળ હાઈસ્કૂલ, ગાંધી ચોક, ચામુંડા પ્લોટ, જૂની મામલતદાર કચેરી, પડધરી નાકા વિસ્તાર, પોસ્ટ ઓફિસ વિસ્તાર સહિતનાં તમામ મત વિસ્તારો ખાતે “અવસર રથ” ફરી લોકોને મતદાન કરવા અપીલ કરી મતદાન પ્રત્યે જાગૃત કરાયાં હતા.

અન્ય સમાચારો પણ છે...