મતદારોમાં અનેરો ઉત્સાહ:જામનગરની લાલપુર ગ્રામપંચાયતની ચૂંટણી માટે કડકડતી ઠંડી વચ્ચે મતદારોએ મતદાન કર્યુ, સવારે 11:00 વાગ્યા સુધીમાં 17 ટકા મતદાન

જામનગરએક મહિનો પહેલા
  • લાલપુર ગામ 21,000 હજાર જેટલી વસ્તી ધરાવતું જિલ્લાનું સૌથી મોટું ગામ
  • ગ્રામ પંચાયતમાં 18 વોર્ડ, કુલ 10 બૂથ અને 13,200 જેટલા મતદારો

રાજ્યમાં ગ્રામપંચાયતની ચૂંટણીને લઈ આજે રવિવારે મતદાન યોજાઈ રહ્યુ છે. ત્યારે જામનગર જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પણ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. જિલ્લાની લાલપુર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે હાલ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. લાલપુર ગામ 21,000 હજાર જેટલી વસ્તી ધરાવતું જિલ્લાનું સૌથી મોટું ગામ છે. જેમાં 13,200 જેટલા મતદારો છે.​

શિયાળાની કડકડતી ઠંડીમાં પણ મતદાન માટે મહિલાઓ અને પુરુષોમાં તેમજ મોટી ઉંમરના વૃદ્ધોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાલપુર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાનની ટકાવારીની વાત કરીએ તો સવારે 11:00 વાગ્યા સુધીમાં 17 ટકા આસપાસ મતદાન થઈ ચૂકયું છે.

મતદાન મથકો પર મોટી સંખ્યામાં મતદારોની લાઈનો જોવા મળી છે. લાલપુર ગ્રામ પંચાયતમાં 18 વોર્ડ છે અને કુલ 10 બૂથ આવેલા છે.

અન્ય સમાચારો પણ છે...