સંક્ષિપ્ત સુધારણા:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે મતદાર યાદી સુધારણા ઝુંબેશ

ખંભાળિયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના જુદા જુદા 658 બુથ પર સંક્ષિપ્ત સુધારણા હાથ ધરાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે રવિવારે મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવશે. દ્વારકા જિલ્લામાં 658 બુથો પર રવિવારે તા.14 નવ.ના મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2022 અંતર્ગત નાગરિકો મતદાર યાદીમાં નામ ઉમેરવાની, કમી કરવાની તેમજ ફોટા સહિત અન્ય ફેરફારની કામગીરી ફોર્મ ભરી શકશે.

આ કાર્યક્રમમાં આગામી તા-1 જાન્યુઆરી 2022ની સ્થિતિએ 18 વર્ષના યુવાઓ પણ ભાગ લઈ શકશે. જેમાં તા.1 જાન્યુ. 2004 કે તે પહેલાં જન્મેલા હોય તેવા નાગરિકો મતદાર યાદીમાં પોતાનું નામ ઓનલાઈન કે વોટર પોર્ટલ પર કે વોટર હેલ્પલાઈન એપ દ્વારા નોંધાવી શકશે. અથવા નિયત બીએલઓને રજૂ કરી શકશે.

જિલ્લાના 658 બુથો પર તા.14 નવેમ્બરના રવિવારે, તા.21ના રવિવારે અને તા.28ના રવિવારે સવારે 10થી સાંજે 5 વાગ્યા દરમ્યાન આ પ્રક્રિયા થઈ શકશે.ઉપરાંત મતદાર યાદીમાં રહેલા મતદારો પેકી લાગુ કિસ્સામાં નામ કમી કરવા, ફોટા કે વિગતો સુધારવા, સરનામાં ફેરફાર માટે ફોર્મ રજૂ કરી શકાશે.

658 બીએલઓ સહિતની ટીમો કાર્યરત
દ્વારકા જિલ્લા કલેકટર પંડ્યાના માર્ગદરશન હેઠળ જિલ્લાના ૬૫૮ બીએલઓ, ૭૧ સુપરવાઈઝર, નાયબ મામલતદારઓ અને ૪ તાલુકા મામલતદાર ૨ પ્રાંત અધિકારી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લાની ચૂંટણી શાખાની ટીમ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...