તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારીનું ગ્રહણ:જામનગરના મોટી બાણુંગારમાં આજથી આખુ અઠવાડિયું સ્વૈચ્છિક લોકડાઉન

જામનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 3 એપ્રિલથી 10 એપ્રિલ શનિવાર સુધી બજારો બંધ રાખવાનો નિર્ણય

જામનગર પાસે આવેલા મોટી બાણુંગાર ગામમાં તા. 3 એપ્રિલથી 10 એપ્રિલ શનિવાર સુધી સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનાે નિર્ણય લેવામાં આવ્યો છે. 11 એપ્રિલ રવિવારથી દુકાનો રાબેતા મુજબ ખુલશે, આથી લોકોને એક અઠવાડીયાનો જરૂરી સરસામાન ખરીદી લેવાનું કહેવામાં આવ્યું હતું.

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે સપ્તાહથી કોરોનાના કેસોમાં સતત ઉછાળો આવતા વહિવટી તંત્રમાં દોડધામ મચી જવાની સાથો-સાથ લોક જાગૃતિના કાર્યક્રમો પણ હાલારમાં શરૂ થઇ ગયા છે અને નાગરિકોએ સ્વયંશિસ્ત જાળવવા અપીલ કરાઇ રહી છે.

કોરોના સંક્રમણ વધી જવાથી પોઝિટિવ કેસમાં વધારો નોંધાયો છે અને જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે કોરોનાના કેસો વધવા માંડયા છે. પરિણામે જામનગરના મોટીબાણુંગાર ગામમાં સરપંચની આગેવાની હેઠળ ગ્રામજનો અને વેપારીઓએ 3 એપ્રિલ શનિવારથી 10 એપ્રિલ શનિવાર સુધી સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

એક અઠવાડિયા સુધીનો જરૂરી સરસામાન ખરીદી લેવાનું ગ્રામજનોને કહી દેવામાં આવ્યું છે. હવે પછી 11 એપ્રિલ રવિવારથી જ મોટીબાણુંગારમાં દુકાનો રાબેતા મુજબ ખુલશે. બાકીના દિવસો દરમિયાન તમામ દુકાનો જડબેસલાક બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય ગ્રામજનો દ્વારા લેવામાં આવ્યો છે.

દુધની ડેરી સવાર-સાંજ 2-2 કલાક ખુલશે લોટની ઘંટી 4 દિવસ પછી ખોલવા નિર્ણય
સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના નિયમોનો સરાજાહેર ઉલાળિયો થતાં જામનગર શહેર અને જિલ્લા સહિત હાલારભરમાં કોરોનાના કેસો વધવા માંડયા છે. જેના પગલે જિલ્લા કલેકટરે પણ કોરોના સંક્રમણ અટકાવવા જાહેર જનતા જોગ અપીલ કરવી પડી છે. કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે તેની ચેઇન તોડવી આવશ્યક હોવાથી જામનગર નજીકના બાણુંગાર ગામમાં તેની પહેલ શરૂ થઇ છે. એક સપ્તાહ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે, પણ દુધ માટેની ડેરી સવાર-સાંજ 2-2 કલાક સુધી ખુલ્લી રાખવામાં આવશે તથા લોટ માટેની ઘંટી પણ 4 દિવસ પછી શરૂ કરી દેવાશે. જેનાથી ગ્રામજનોને જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓમાં હાલાકીનો સામનો કરવો ન પડે. આ ઉપરાંત માસ્ક પણ ફરજિયાત બનાવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો