તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:દ્વારકામાં વેપારી સંગઠનો દ્વારા 20 મે સુધી લંબાવાયું સ્વૈચ્છિક લોકડાઉન

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકાધીશનું મંદિર તા.15 સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે
  • સ્વૈચ્છિક બંધ ખોલવા અંગેનો નિર્ણય આગામી સમયમાં લેવામાં આવશે

યાત્રાધામ દ્વારકામાં કોરોના સંક્રમણ અટકાવવા વેપારી સંગઠનો દ્વારા બપોરે ર કલાક સુધી જ દુકાનો, એકમો ખુલ્લા રાખવામાં આવી રહ્યા છે. વેપારીઓનું આ સ્વૈચ્છિક લોકડાઉન 10 મે સુધી જાહેર કરાયું હતું, પરંતુ વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ વેપારીઓ દ્વારા 20 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન લંબાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનિય છે કે, દ્વારકાનું પ્રસિદ્ધ જગતમંદિર પણ દર્શનાર્થીઓ માટે ૧પ મે સુધી બંધ રહેવાનું છે, ત્યારે વેપારી સંગઠનોએ 20 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન અંતર્ગત બપોરે 2 કલાક સુધી જ વેપાર-ધંધા ચાલુ કરવાનો નિર્ણય લઈ તંત્રને સહયોગી વલણ અપનાવ્યું છે. આગામી સમયમાં સરકારની અને સ્થાનિક તંત્રની નવી ઘોષણા કે ગાઈડલાઈન અનુસાર વેપારી સંગઠનો દ્વારા નવો નિર્ણય લેવામાં આવશે.

ભાટિયામાં સ્વૈચ્છિક બંધનો અમલ પૂર્ણ દુકાન, વેપાર અને ધંધા ખોલી નખાયા
​​​​​​​ભાટિયા ગામમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા સતત 19 દિવસ સુધી ગ્રામ પંચાયત તથા વેપારીઓના સંકલનથી વેપાર-ધંધા-દુકાનોમાં સ્વૈચ્છિક બંધનો અમલ કરાયો હતો. સ્વૈચ્છિક બંધના છેલ્લા દિવસે ગઈકાલે સરપંચના અધ્યક્ષસ્થાને વેપારીઓ-આગેવાનોની મિટિંગ યોજાઈ હતી, જેમાં તા.11-5-2021 થી દુકાનો-વેપાર-ધંધા ખોલી નાખવાનો નિર્ણય લેવાયો હતો. આ સાથે કોરોનાની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવા સૌને અનુરોધ કરાયો હતો. કોરોનાના કેસ ઓછા થતાં આ નિર્ણય લેવાયો હતો. જો કે, લોકોને હજુ પણ સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...