માર્ગદર્શન:'મેરા ગાંવ મેરી ધરોહર' પ્રોજેક્ટ અંતર્ગત કોમન સર્વિસ સેન્ટર દ્વારા જામનગર જિલ્લાના VLEને તાલીમ અપાઈ

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એપ્લીકેશનના માધ્યમથી જિલ્લાના ગામોની સાંસ્કૃતિક ધરોહર તેના ઐતિહાસિક ફોટો સાથે અપડેટ કરવામાં આવશે

જામનગરમાં સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને મીનીસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીના કોમન સર્વિસ સેન્ટરના સહયોગથી “મેરા ગાંવ મેરી ધરોહર” પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલ છે. આ એપ્લીકેશનના માધ્યમથી ગામની સંસ્કૃતિ અને ધરોહરના ઇતિહાસના ફોટો સાથેની તમામ પ્રકારની જાણકારી અપડેટ કરવામાં આવી રહી છે.જે બાબતે જિલ્લાના વિલેજ લેવલ એન્ટરપ્રિન્યોરને નેશનલ હાઇસ્કુલ ખાતે તાલીમ આપવામાં આવી હતી.

આ અંગે વધુ વિગતો આપતાં સી.એસ.સી. જિલ્લા મેનેજર નિકુંજ ઠેસિયાએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લાના તમામ ગામોની ઐતિહાસીક સ્થળોની માહિતી મોબાઇલ એપમાં એકત્રિત કરવાનું કામ સી.એસ.સી સંચાલકોને સોપવામાં આવ્યુ છે. આ સર્વે દેશમાં પહેલીવાર ઓનલાઇન થવા જઇ રહ્યો છે. આ માહીતી ગામ, તાલુકાઓ અને જિલ્લાને વિશેષ બનાવશે. જેથી સમગ્ર વિશ્વભરમાં કોઇ પણ વ્યક્તિ એક ક્લિકથી ગામ વિશેની સંપૂર્ણ માહીતી મેળવી શકશે. આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી.વાળાએ હાજર રહી VLEને આ વિશે માહિતી આપી હતી તેમજ આ પ્રોજેક્ટને કઈ રીતે વધુ લાભદાયી અને લોકોપયોગી બનાવી શકાય તે બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...