ઉજવણી:ખંભાળિયામાં વિશ્વકર્મા પ્રભુજીનો જન્મ જયંતિ મહોત્સવ ઉજવાયો

જામખંભાળિયા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધ્વજારોહણ, હવન, સંધ્યા આરતીની સાદાઇથી ઉજવણી કરાઇ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે ગુર્જર સુતાર જ્ઞાતિ વિશ્વકર્મા પ્રભુજીની જન્મ જ્યંતી તેમજ મંદિરને 16મો પાટોત્સવની કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને રાખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મંગળા આરતી, હવન હોમ, ધ્વજારોહણ અને દાતાશ્રીઓનું સન્માન બાદ 108 દિવાની સંધ્યા મહા આરતી કરવામાં આવી હતી.

સમૂહ ભોજન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યા હતા. ભાવિકો માટે દર્શન આરતી તેમજ મહાપ્રસાદ એક પેકેટમાં પાર્સલ સ્વરૂપે આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ હસુભાઈ વઘાડીયા તથા સભ્યો અજયભાઈ, નિલેશભાઈ દુધૈયા, કપિલભાઈ, મુકેશભાઈ તેમજ જેન્તીભાઈ સુરેલીયા સહિત જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...