ઉજવણી:જામનગરમાં ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વકર્માના મંદિરે હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

જામનગર શહેરમાં આજે ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને પંચેશ્વર ટાવર સહિત ભગવાન વિશ્વકર્માજીના મંદિરે પૂજા આરતી અને હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

જામનગરમાં ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા પંચેશ્વર ટાવર પાસે આવેલી વિશ્વકર્માની વાડીમાં આવેલા ભગવાન વિશ્વકર્માના મંદિરમાં હોમ હવનના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા અને બીડું હોમવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાન વિશ્વકર્માની મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ દર્શનનો લાભ લીધો હતો. જોકે કોરોનાની ગાઇડ લાઇનને અનુસરીને શોભાયાત્રા,મહાપ્રસાદ સહિતના અન્ય ધાર્મિક કાર્યક્રમ મોકૂફ રખાયા હતા.

અન્ય સમાચારો પણ છે...