તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળો:ખંભાળિયા સહિત દ્વારકા પંથકમાં વાયરલ ઈન્ફેક્શને ભરડો લીધો !

ખંભાળિયા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયા સહિત દ્વારકા પંથકમાં વાયરલ ઇન્ફેક્શનના રોગે ભરડો લીધો છે. મુખ્ય મથક ખંભાળીયા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં દરરોજ 700થી 800 જેટલી ઓપીડી નોંધાય છે. જેમાં હાલ અત્યારે 50 ટકા જેટલા કેસો વાયરલ ઇન્ફેક્શન સામે આવી રહ્યા છે. જ્યારે 10 ટકા ડેન્ગ્યુ મલેરિયાના કેસો સામે આવી રહ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાતમ આઠમના તહેવારો બાદ શહેરમાં સતત બદલાતા વાતાવરણના કારણે ઋતુજય રોગચાળાએ ભરડો લીધો હોય તેમ શરદી, ઉધરસ, તાવ અને માથાનો દુઃખાવો તેમજ કળતર થવા સહિતના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

ખંભાળિયા શહેરમાં આવેલ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શન દર્દીઓનો વધારો થયો છે. અત્રેની જનરલ હોસ્પિટલમાં 700થી 800 જેટલી ઓપીડી નોંધાયા છે. જેમાં અત્યારે 50 ટકા જેટલા શરદી, તાવ અને ઉધરસ જેવા દર્દીઓ આવી રહ્યા છે. સાથે સાથે 10 ટકા જેટલા દર્દીઓ ડેન્ગ્યુ અને મલેરિયાના લક્ષણો ધરાવતા આવી રહ્યા છે.

આ સાથે સાથે શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલોમાં પણ વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓનો ઘસારો વધતો જોવા મળી રહ્યો છે. હાલ દ્વારકા પંથકમાં કોરોનાના કેસોમાં કાબુ મેળવવામાં આવ્યું છે. પરંતુ ઋતુજય રોગચાળો દિનપ્રતિદિ બે કાબૂ બની રહ્યો છે. ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ડેન્ગ્યુના કેસો શહેરમાં ભરડોના લઈ જાય એ પહેલા આરોગ્ય તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...