તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચકચાર:ઘર પાસે દારૂ પીવાની ના પાડતા વિપ્ર વૃદ્ધાનું માથુ છુંદી હત્યા કરનારા 2 ઝબ્બે

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આરોપી બેલડી ચોરીના ઈરાદે ઘરમાં ઘૂસી હતી, વૃદ્ધા આવી જતાં પતાવી દીધા

દેવભુમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં સમીસાંજે વિપ્ર વૃધ્ધાની પથ્થરના ઘા ઝીંકી હત્યાનો પોલીસે ભેદ ઉકેલી નાખતા પરપ્રાંતિય સહિત બે શખ્સોને દબોચી લીઘા છે.અગાઉ ઘર સામે દારૂ પીવાની ના પાડયાનુ મનદુ:ખ ઉપરાંત ઉછીના આપેલા દશ હજાર રૂપિયા પરત ન કરતા મૃતક પોલીસને રાવ કરશે એવુ મનદુ:ખ રાખીને આ શખસોએ વૃધ્ધાના મકાનમાં ચોરીના ઇરાદે ધુસ્યાના પગલે મૃતક આવી જતા તેની હત્યા નિપજાવી હોવાનુ પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે.

કલ્યાણપુરના પીપળા શેરીમાં રહેતા વૃધ્ધા જયાબેન જટાશંકરભાઇ ભોગાયતાનો સોમવારે મોડી સાંજે હત્યા કરાયેલો મૃતદેહ ઘર સામે અવાવરૂ મકાનમાંથી મળી આવતા પોલીસે તેનો કબજો સંભાળીને ગુનો નોંધી આરોપીઓને દબોચી લેવા પોલીસની જુદી જુદી આઠ ટીમે તપાસનો દૌર શરૂ કર્યો હતો.જેમાં ડોગ સ્કવોડની મદદથી એેક શકમંદના સગડ સાંપડયા હતા.આથી પોલીસે સોનુ નામના યુપીના શખ્સને સકંજામાં લીઘો હતો.જેની પુછપરછમાં તેણે અન્ય એકની મદદગારીથી હત્યાને અંજામ આપ્યો હોવાનુ કબુલ્યુ હતુ.આથી પોલીસે સોનુ બ્રિજેશસિંગ રાજપુત અને તેના સાથીદાર માલો ઉર્ફે માઇકલ ખીમાભાઇ રાઠોડને સકંજામાં લીઘો હતો.

મૃતક વૃદ્ધા
મૃતક વૃદ્ધા

પોલીસ પુછપરછ દરમિયાન આરોપી સોનુ અને તેના મિત્ર અગાઉ વૃધ્ધાના ઘર સામે અવાવરૂ મકાનમાં દારુની મહેફિલ અર્થે એકત્ર થયા હતા.ત્યારે વૃધ્ધાએ દારૂ પીવાની કડક શબ્દોમાં ના પાડી હતી. ઉપરાંત સોનુ એ અગાઉ વૃધ્ધા પાસેથી દશ હજારની રકમ ઉછીની લીઘી હતી જે પરત કર્યા ન હોવાની તેમજ મૃતક વૃધ્ધાના પાડોશી આસામીના મકાનમાં હાથફેરો કરનારા સોનુ સહિતનાને વૃધ્ધાએ જોઇ જતા પોલીસમાં ફરીયાદ કરવાનુ જણાવ્યુ હતુ. જે બાબતોનુ મનદુ:ખ રાખીઆરોપી સોનુ અને માઇકલ ઉર્ફે માલાએ સોમવારે ચોરીના ઇરાદે વૃધ્ધાના ઘરમાં ધુસ્યા બાદ મૃતક ઘરે પરત ફરતા દરવાજો બંધ જોતા પડકારો કરતા જ દિવાલ ટપી ધસી આવેલા સોનુએ વૃધ્ધાનુ ગળુ દબાવી મોટો પથ્થર માથાના ભાગે ઝીંકી તેને ઉપાડી ખંઢેરમાં લઇ જઇ માથામાં ક્રૃરતાપુર્વક પથ્થરોના ઘા મારી નિર્મમ હત્યા કર્યાનુ પોલીસ તપાસમાં ખુલ્યુ હતુ.પોલીસે બંને આરોપીના કોવિડ માટે તજવિજ હાથ ધરી છે.

પાડોશીના મકાનમાં હાથફેરો કર્યાનું ખુલ્યું
પકડાયેલા આરોપી સોનુએ અન્ય એક બીજા સાગરીતની મદદથી મૃતક વૃધ્ધાના પાડોશમાં રહેતા એક આસામીના ઘરેથી અમૂક માલમત્તાની ચોરી કર્યાનુ પોલીસ પુછપરછમાં ખુલ્યુ છે. ચોરીના બનાવ મામલે બંને સામે અલગથી ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો