તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગર મનપામાં બબાલ:કાર્યપાલક ઈજનેરોની ભરતી મામલે ધરણા પર બેસેલા મહિલા કોર્પોરેટર અને કમિશનર વચ્ચે ઉગ્ર બોલાચાલી

જામનગર24 દિવસ પહેલા
  • ખાલી જગ્યા પર ભરતી કરવા માટે કોર્પોરેટર દર ગુરુવારે ધરણા પર બેસે છે

જામનગર મહાનગરપાલિકામાં ખાલી પડેલી ચાર કાર્યપાલક એન્જિનિયરની નિમણૂક બાબતે આજે મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા કમિશનર સામે ધરણા પર બેઠા હતા. મહિલા કોર્પોરેટરે રજૂઆત કરવા માટે કમિશનરનો રસ્તો રોકવાનો પ્રયાસ કરતા કમિશનર અને મહિલા કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

જામનગર મનપામાં ખાલી પડેલી કાર્યપાલક ઈજનેરની જગ્યાઓ પર ભરતી કરવાની માગ સાથે કૉંગ્રેસના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દર ગુરુવારે મનપામાં ધરણા પર બસી વિરોધ કરી રહ્યા છે. વિરોધનો આજે પાંચમો ગુરુવાર હતો ત્યારે આજે તેઓ કમિશનર કાર્યાલય બહાર ધરણા યોજી રહ્યા હતા. કમિશનર તેની કચેરીમાંથી બહાર નીકળતા જ કોર્પોરેટરે રજૂઆત માટે તેનો રોકવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

ત્યરાબાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને મહિલા કોર્પોરેટર વચ્ચે રજૂઆતને લઈ બોલાચાલી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...