તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:વેક્સિનેશન બંધ રહેતા કોંગ્રેસના ઉગ્ર દેખાવ

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરમાં છેલ્લા 10 દિવસમાં ચોથી વખત વેક્સિનેશનની કામગીરી બંધ રહી છે

જામનગરમાં બુધવારે વેક્સિનેશનની કામગીરી બંધ રાખવાના વિરોધમાં કોંગ્રેસે આરોગ્ય કેન્દ્ર બહાર દેખાવ કરી સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતાં. મમતા દિવસ સંદર્ભેની કામગીરીના બહાને જામનગર સહિત રાજ્યભરમાં વેક્સિનેશનની કામગીરી બંધ રાખવાનો સરકારે નિર્ણય કર્યો હતો.

છેલ્લા 10 દિવસમાં ચોથી વખત વેક્સિનની કામગીરી બંધ રાખવામાં આવતા લોકો પરેશાનીમાં મુકાયા છે. વેક્સિનેશન બંધ રાખવામાં આવતા લોકો નિરાશ થયા હતાં. મોંઘવારી સામે છેલ્લા સાત દિવસથી આંદોલન કરનાર કોંગ્રેસ દ્વારા આજે જામનગરમાં રણજીતસાગર રોડ ઉપર આવેલ નિલકંઠનગર આરોગ્ય કેન્દ્ર બહાર ઉભા રહીને સરકારની નિષ્ફળતા સામે સુત્રોચ્ચાર કર્યા હતાં.

આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા, પ્રવકતા ભરત વાળા, કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, જેનબબેન ખફી, નુરમામદ પલેજા, ધવલ નંદા, આનંદ રાઠોડ, સાજીદ બ્લોચ સહિતના કાર્યકરો જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...