તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશિષ્ટ વન મહોત્સવ:જામનગરના વરણામાં રસ્તાની બંને બાજુ, ખુલ્લા મેદાન, પડતર જમીનમાં 1500 વૃક્ષના વાવેતર અને જતનનો ગ્રામજનોનો સંકલ્પ

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખોબા જેવડાં ગામનું દરિયા જેવડું દીલ,વૃક્ષારોપણ માટે રૂ.15 લાખનું ભંડોળ એકત્ર કર્યું
  • નાનાં બાળકો વૃક્ષારોપણનું મહત્વ સમજે તે માટે દરેક બાળકને એક-એક વૃક્ષથી પરિચિત કરાવવામાં આવ્યા

મનુષ્યના જીવનમાં વૃક્ષનું સ્થાન અત્યંત મહત્વનું છે. પારણાથી લઇ ચિતાના લાકડા સુધી અને બાળકના રમકડાંથી લઈ દાદાની લાકડી સુધી માનવ જીવનમાં સદાય વૃક્ષોની આગવી જરૂરિયાત રહી છે. ત્યારે જામનગરના ખોબા જેવડા વરણાના ગ્રામજનોને વૃક્ષો પ્રત્યે એવી તો લગની લાગી કે 1500 થી વધુ વૃક્ષના વાવેતર અને જતનનો સંકલ્પ કર્યો છે.

વરણા ગામે 1200 લોકોની વસતી છે. અહીં મુખ્યત્વે ખેતી કામ કરતા અને નજીકના મોટા શહેરોમાં જઈ વસેલા ગ્રામજનોની બેઠક મળી અને સર્વાનુમતે સમગ્ર દેશમાં ક્યાંય પણ ન થયું હોય એવું વૃક્ષારોપણનું અદકેરું આયોજન કરવાનો નિર્ણય કરાયો હતો. અનોખા અને વિશિષ્ટ વન મહોત્સવ માટે ગ્રામજનોએ સ્વયંભુ જ ભંડોળ એકત્ર કરવાનું શરૂ કર્યું અને ગ્રામજનોનો વૃક્ષો પ્રત્યેનો પ્રેમ તેમજ દરિયાદિલીના કારણે આ ભંડોળ રૂ.15 લાખને આંબી ગયું. જેમાંથી સાડા સાત લાખના વૃક્ષો અને પાંજરાની ખરીદી કરાઈ અને રૂ. ત્રણ લાખના ટ્રેક્ટરની ખરીદી કરી વૃક્ષો ઉછરીને મોટા ન થઈ જાય ત્યાં સુધી પાણી પાવાની અલાયદી વ્યવસ્થા ઊભી કરાઇ. ત્યાર બાદ ગ્રામજનોએ જાતે જ પરસેવો પાડી ગામની આજુબાજુના ખુલ્લા મેદાનો, પડતર જમીન તેમજ રોડના બંને કાંઠા પરના જાડી જાખરાં તેમજ બાવળો દૂર કરી જમીનને સમતલ કરી ત્યાં વૃક્ષો વાવવાનું શરૂ કર્યું.

વૃક્ષારોપણના આ અદકેરા આયોજનમાં ગામના નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધીના સૌ કોઈએ ઉત્સાહભેર ભાગ લીધો સાથે સાથે નાનાં બાળકોમાં વૃક્ષારોપણનું મહત્વ સમજાય તે માટે દરેક બાળકને એક- એક વૃક્ષથી પરિચિત કરાવી આવનારી પેઢી પણ વૃક્ષનું મહત્વ સમજે તેની દરકાર લેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...