જામનગરના સુમેર કલબમાં ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુમેર કલબ ઇલેવન નોર્મલ ટીમ સામે અસ્થિ વિષયક દિવ્યાંગ ખેલાડીઓની આશાદીપ દિવ્યાંગ ટીમનો 6 વિકેટે વિજય થયો હતો. આ મેચમાં મેન ઓફ ધ મેચ તથા બેસ્ટ બોલરનો ખિતાબ દિવ્યાંગ ખેલાડીને મળ્યો હતો.
શુક્રવારે સુમેર કલબમાં ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુમેર કલબ ઇલેવન નોર્મલ ટીમ સામે અસ્થિ વિષયક દિવ્યાંગ ખેલાડીઓની આશાદીપ દિવ્યાંગ ટીમનો ક્રિકેટ મેચ યોજાયો હતો. જેમાં સુમેર કલબ ઇલેવન નોર્મલ ટીમએ મેચની શરૂઆતમાં 12 ઓવરમાં 53 રન કરી 4 વિકેટ ગુમાવી હતી. જેમાં કબીર ભાઈ મારુંએ 24 રન કર્યા હતા. જ્યારે દિવ્યાંગ ટીમના ઈશ્વરભાઈ રાઠોડ 14ઓવરમાં 2વિકેટ લઈ શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કર્યું હતું. જેની સામે આશાદીપ દિવ્યાંગ ટીમએ 14.04 ઓવરમાં 54 રન કરી 6વિકેટે વિજય થયો હતો. જેમાં સાગર પરમાર 18 તથા મહેન્દ્રસિંહ સોઢા 10 રને નોટ-આઉટ રહ્યા હતા.
ખિતાબ આશાદીપ દિવ્યાંગ ટીમના સાગર પરમારને મેન ઓફ ધ મેચ અને ઈશ્વર રાઠોડને બેસ્ટ બોલરનો ખિતાબ મળ્યો હતો. આ ખેલાડીઓને જામનગર શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા રમતગમત અધિકારી નીતાબેન વાળા તેમજ યોગગુરૂ પ્રીતિબેન શુક્લ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.