દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારકાધીશના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા છે. ત્યારે તેઓએ પોતાની યાત્રા દરમિયાન જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ટૂંકુ રોકાણ કર્યું હતું. જ્યાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ તેમનું સ્વાગત કર્યું હતું.
અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહ્યા
જામનગર એરફોર્સ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જ્વલંત ત્રિવેદી ચીફ પ્રોટોકોલ ઓફિસર, કલેકટર ડૉ. સૌરભ પારઘી, એર કોમોડોર આનંદ સોંધી, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.