જામનગરમાં સમર્પણ સર્કલ પાસે એક સ્કુટરની ચોરીના બનાવનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે જેમાં સ્થાનિક ગુના શોધક શાખાએ ચોરાઉ સ્કુટર સાથે એક શખસને દબોચી લીઘો હતો.શહેરના સમર્પણ સર્કલ પાસે એક નોકરીયાત મહિલાએ પોતાનુ સ્કુટર ગત તા.22ના રોજ પાર્ક કર્યુ હતુ જે એકિટવા સ્કુટર કોઇ અજાણ્યો શખસ ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો હતો જેની ફરીયાદ પોલીસ મથકમાં નોંધાઇ હતી.પોલીસ દ્વારા વાહન ઉઠાવગીરને પકડી પાડવા તપાસ હાથ ધરાઇ હતી.
જે દરમિયાન એલસીબીના પી.આઇ.એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ સ્ટાફના સંજયસિંહ વાળા, દિલીપભાઇ તલાવડીયા અને હિતેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમને ઉકત ચોરાઉ વાહન સાથે એક શખસ ખોડીયાર કોલોની વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી જે બાતમીના આધારે પોલીસ ટુકડીએ વોચ ગોઠવીને રૂપેશ શ્યામુભાઇ યાદવ (રે.વાયુનગર,જામનગર)ને પકડી પાડયો હતો જેના કબજામાંથી ચોરાઉ એકિટવા સ્કુટર પણ પોલીસે કબજે કરી તેનો કબજો સીટી સી પોલીસ મથકને સુપરત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.