પાર્કિંગ પોલીસી:જામનગરમાં વાહન પાર્કિંગ માટે પરમીટ નહીં લેવી પડે, શહેરના તમામ રોડ પર પણ વાહન પાર્કિંગ નિ:શુલ્ક રહેશે

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આજે સામાન્ય સભામાં પાર્કિંગ પોલીસીની ચર્ચા થશે , મુખ્ય 14 માર્ગ પર પણ પાર્કિંગ માટે ચાર્જ ચૂકવવો પડશે નહીં: ટાઉન પ્લાનિંગ ઓફિસર
  • શહેરીજનો પોતાના ઘરની બહાર વાહન પાર્ક કરશે તો કોઈ ચાર્જ લાગશે નહીં

જામનગર મનપાની સ્ટેન્ડીંગ કમીટીએ પાર્કિંગ પોલીસીને મંજૂરીની ભલામણ સાથે જનરલ બોર્ડમાં મોકલી છે. પરંતુ કમીટીએ શહેરીની ભૌગોલિક પરિસ્થિતિને અનુલક્ષીને પોલીસીની ત્રણ મહત્વની જોગવાઇ રદ કરવાની ભલામણ કરી છે. જે અનુસાર હવે વાહન પાર્કિંગ માટે પરમીટ લેવી પડશે નહીં. તદઉપરાંત મુખ્ય 14 માર્ગ પર પણ પાર્કિંગ માટે ચાર્જ ચૂકવવો પડશે નહીં. શહેરીજનો પોતાના ઘરની બહાર વાહન પાર્ક કરશે તો કોઇ ચાર્જ લાગશે નહીં. શહેરમાં રોડ પર પણ વાહન પાર્કિંગ નિ:શુલ્ક રહેશે.

જામનગરમાં ટ્રાફીક સમસ્યા હળવી કરવા રાજય સરકારની સૂચના અન્વયે મનપાએ પાર્કિંગ પોલીસી બનાવી હતી. જેમાં શહેરના મુખ્ય 14 રોડ પર પાર્કિંગ માટે ચાર્જ અને માસીક કે વાર્ષિક પરમીટ લેવાની જોગવાઇ કરવામાં આવી હતી. તદઉપરાંત ઓનસ્ટ્રીટ અને ઓફ સ્ટ્રીટ પાર્કિંગ અંગે નિયમ બનાવ્યા હતાં.

પરંતુ મનપાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં શહેરની ભૌગોલીક પરિસ્થિતિને અનુલક્ષીને પોલીસીની ત્રણ જોગવાઇ રદ કરવા ભલામણ સાથે પોલીસી જનરલ બોર્ડમાં મોકલવામાં આવી છે. જે અનુસાર હવે શહેરના મુખ્ય રોડ પર પાર્કિંગ માટે પરમીટ લેવી પડશે નહીં. શહેરીજનો પોતાના ઘરની બહાર અને રોડ પર વાહન પાર્ક કરી શકશે તે માટે કોઇ ચાર્જ ચૂકવવો પડશે નહીં.

નો પાર્કિંગ એરિયામાં પાર્ક કરેલા વાહનો ટોઇંગ કરી નિયમ મુજબ ચાર્જ વસૂલવામાં આવશે
જામ્યુકોની પાર્કિંગ પોલીસી અનુસાર શહેરમાં નો પાર્કિંગ એરિયા નકકી કરવામાં આવશે. જો નો પાર્કિંગ વિસ્તારમાં શહેરીજનો દ્વારા વાહન પાર્ક કરવામાં આવશે તો ટ્રાફીક પોલીસ નિયમ મુજબ વાહન ટોઇંગ કરી ચાર્જની વસૂલાત કરશે. - ઉર્મિલ દેસાઇ, ટીપીઓ, જામ્યુકો.

ફકત મનપાની જગ્યામાં પાર્કિંગ ચાર્જેબલ રહેશે
જામનગર મહાનગર પાલિકાની પાર્કિંગ પોલીસી મુજબ શહેરમાં હાલ તમામ સ્થળે વાહનનું પાર્કિંગ ફ્રી રાખવામાં આવ્યું છે. ફકત ઓફ સ્ટ્રીટ પાર્કિંગ એટલે કે મહાનગરપાલિકાની જગ્યા, ઓવરબ્રીજ નીચેની જગ્યામાં પાર્કિંગ ચાર્જેબલ રહેશે. જેનો ચાર્જ નકકી કરવાની સત્તા મહાનગરપાલિકાની સામાન્ય સભાને રહેશે.

14 મુખ્ય રોડ પર નિયત કરેલા પાર્કિગ સ્થળ પર વાહન પાર્ક કરી શકાશે
​​​​​​​જામનગરમાં પાર્કિંગ પોલીસી મુજબ શહેરના મુખ્ય 14 માર્ગ પર અગાઉ વાહન પાર્કિંગ માટે ચાર્જની જોગવાઇ કરવામાં આવી હતી. પરંતુ આ જોગવાઇ સ્ટેન્ડીંગ કમીટીએ રદ કરતા હવે ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં. પરંતુ આ મુખ્ય 14 માર્ગ પર મહાનગરપાલિકા દ્વારા પાિર્કંગના સ્પોટ્સ નક્કી કરવામાં આવશે. આ નિયત કરેલા પાર્કિંગ સ્થળ પર જ વાહન પાર્ક કરી શકાશે. અન્ય સ્થળ પર શહેરીજનો વાહન પાર્ક કરી શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...