ગૌરવ:ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ ગુજરાતી ફિલ્મ છેલ્લા શોના બાળ કલાકારનું વસઇમાં સ્વાગત

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્રભરના 5,000 બાળકોમાંથી ભાવીનની પસંદગી મુખ્ય પાત્ર માટે કરવામાં આવી હતી

ઓસ્કાર એવોર્ડ માટે નોમીનેટ થયેલી ગુજરાતી ફિલ્મ છેલ્લા શોના બાળ કલાકારનું વસઇમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. 5000 બાળકોમાંથી ભાવીનની પસંદગી ફિલ્મના મુખ્ય પાત્ર માટે થઇ હતી. ગુજરાતી ફિલ્મ છેલ્લો શો એકમાત્ર ફિલ્મ ઓસ્કાર એવોર્ડ માટે નોમીનેટ થઇ છે. આ ફિલ્મમાં જામનગરના વસઇમાં રહેતા 13 વર્ષના ભાવીન નાગેશે સમય નામનું મુખ્ય પાત્ર ભજવ્યું છે. એક મહિનો મુંબઇમાં રહ્યા બાદ ભાવીન રવિવારે પોતાના વતન વસઇ આવી પહોંચ્યો હતો. ત્યારે ગ્રામજનો દ્વારા તેનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.

ભાવીનના પિતા આલાભાઇ નાગેશે જણાવ્યું હતું કે, ભાવીન પહેલાંથી અભ્યાસમાં હોશિયાર છે. આટલું જ નહીં તેને કોઇ ફિલ્મનો શોખ ન હતો. પરંતુ ફિલ્મના ડાયરેકટરે સૌરાષ્ટ્રની શાળાઓમાં ફરી 5000 બાળકોને ધારી રિસોર્ટમાં એકઠા કરી ત્યાં ઓડીશન લીધું હતું. જેમાં ભાવીનની પસંદગી થઇ હતી. તેને ક્રિકેટ રમવાનો શોખ હતો પરંતુ ફિલ્મમાં કામ કર્યા બાદ તે મૂકી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...