રાજયના મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીના અધ્યક્ષસ્થાને મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા બેઠક જામનગર કલેકટર કચેરીમાં યોજાઈ હતી.
બેઠકમાં રાજ્યમંત્રી મનીષાબેન વકીલે જામનગર વહીવટ તંત્ર તરફથી રાજ્ય સરકાર દ્વારા ચાલતી મહિલા અને બાળ કલ્યાણને લગતી વિવિધ યોજનાઓ અને પ્રવૃતિઓ જેમ કે સગર્ભા માતાઓ અને કિશોરીઓ માટે રેગ્યુલર હિમોગ્લોબીન ચેકઅપ, મમતા દિવસની ઉજવણી, પા પા પગલી યોજના, આંગણવાડીઓમાં 3થી 6 વર્ષના બાળકોને આપવામાં આવતું થીમ બેઝડ પ્રાથમિક શિક્ષણ, કુપોષિત બાળકો માટે પોષણ કીટનું વિતરણ, આંગણવાડીઓ દ્વારા ચાલતી હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ, બેટી બચાવો બેટી પઢાવો યોજના, દીકરીના જન્મ સમયે વધામણાં, સાફલ્ય ગાથા, વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન યોજના જેવી વિવિધ યોજનાઓ વિશે ચર્ચા વિચારણા કરી અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.
બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારઘી, કમિશ્નર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, અધિક નિવાસી કલેક્ટર મિતેશ પંડયા, મહિલા અને બાળ વિકાસ અધિકારી ડૉ. ચંદ્રેશ ભાંભી તેમજ અન્ય અધિકારીઓ હાજર રહયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.