સમગ્ર ગુજરાત રાજય તેમજ ભારત દેશના કેટલાક વિસ્તારોમાં કોવિડ-19ના કેસો તપાસ દરમ્યાન બહાર આવી રહયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ સામે આવેલ છે. જે અન્વયે ખંભાળીયાના હનુમાન મંદીર પાસે, પ્રિન્સ જનરલ સ્ટોરની સામે તુલસી પાર્ક સોસાયટી અને દ્વારકા તાલુકાના નાથા કુવા શેરી જલિયાણ ફાઈટ્સ 103, ભથાણ ચોક બરફ કારખાના પાસે, મંદીર ચોક, ફુલેકા શેરી અને સિધ્ધિનાથ મંદીર પાસે તેમજ ન્યુ જે 2-4 મીઠાપુર, નવા સ્લેટ–40 અને એન.એ.સી.પી. - બી.એસ.એફ.ક્વાર્ટર મોજપ વિસ્તારમાં કુલ 9 ઘરોમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-19ના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા સદરહું વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.એ.પંડ્યાએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.
આ જાહેરનામાં અન્વયે ઉપરોક્ત વિસ્તારને કોવિડ-19 કન્ટેઇનમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવે છે. આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ વિસ્તારમાં આવશ્યક સેવાઓ અને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ તથા તબીબી સેવાઓ સિવાયની તમામ પ્રકારની પ્રવૃતિ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ વિસ્તારમાં એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર આરોગ્ય વિભાગની ગાઈડલાઈન એસ.ઓ.પી. અનુસાર આરોગ્ય ટીમ દ્વારા 100 ટકા થર્મલ સ્ક્રીનીં, કોન્ટેક્ટ ટ્રેસીંગ, હાઈસ-ટુ-હાઉસ સર્વેલન્સ કરવાનું રહેશે અને સબંધિત પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે તથા આ સિવાય અન્ય તમામ રસ્તાઓ યોગ્ય બેરીકેડિંગ કરીને સંપૂર્ણ બંધ કરી આખા વિસ્તારને સીલબંધ કરી દેવાનો રહેશે.
કન્ટેનમેન્ટ જાહેર કરેલ વિસ્તારમાંથી મેડીકલ ઈમરજન્સી અને આવશ્યક ચીજ વસ્તુઓની સપ્લાય સાથે સંકળાયેલ પાસ ઘારકો સિવાય કોઈ પણ વ્યક્તિ બહાર અવર-જવર કરી શકશે નહીં. દ્વારકા જિલ્લામાં કન્ટેમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ વિસ્તારમાં ભારત સરકારના કન્ટેમેન્ટ ઝોન પ્લાનની ગાઈડલાઈન અને આ જાહેરનામાની અમલવારી તા. 23 જાન્યુઆરી 2022 દિવસ 14ના 24 કલાક સુધી કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.