સ્પર્ધા:જામનગરમાં બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ, 90થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં કિડ્સ ફન ક્લબ દ્વારા હેલધી બેબી, ફેન્સી ડ્રેસ અને સમરવેર સ્પર્ધા યોજવામાં આવી હતી. જામનગરમાં કિડ્સ ફન ક્લબ દ્વારા શનિવારે ચેમ્બર ઓફ કોમર્સ હોલમાં બાળકો માટે હેલધી બેબી, ફેન્સી ડ્રેસ અને સમરવેર સ્પર્ધા યોજવામાં આવી હતી.જેમાં 90 થી વધુ બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

તમામ બાળકોને ટ્રોફી અને વિજેતાને ખાસ ઈનામ આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં હેલધિ બેબીના જજ તરીકે ડો.નિધિ કાનાણી તેમજ ફેન્સી ડ્રેસમાં પ્રજ્ઞાબેન ત્રિવેદી અને ચારુંબેન શાહ સેવા આપી હતી. આ તકે જીતુભાઈલાલ, ભરતભાઈ કવાડ, શેતલબેન શેઠ,ભાર્ગવ ભાઈ ચોહાણ તેમજ જામનગરની લેડીસ ક્લબના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યકમને સફળ બનાવવા કિડ્સ ફન ક્લબના ફાઉન્ડર મોસમી બેન કનખરા અને તેમની ટીમે જહેમત ઊઠાવી હતી

અન્ય સમાચારો પણ છે...