જામનગરની મોટી હવેલીમાં કુ઼ંજ એકાદશીના પરંપરા મુજબ રાળ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઠાકોરજી સમક્ષ વૈષ્ણવો અલગ-અલગ વેશભૂષા ધારણ કરી અબીલ-ગુલાલથી રંગે રમ્યા હતાં. હોળી-ધુળેટીના પર્વ નજીક આવી રહ્યા છે તેમ કૃષ્ણ સંપ્રદાયના મંદિરો, હવેલી, બેઠકજીમાં અનેકવિધ દર્શનોના કાર્યક્રમો યોજાય રહ્યા છે.
ગઈકાલે ફાગણ અગીયારસના દિવસથી હવેલીમાં રાળ ઉત્સવનો પ્રારંભ થયો છે. અગીયારસથી પૂનમ સુધી શયન આરતીના દર્શનમાં રાળ ઉત્સવ ઉજવવામાં આવે છે. રાળ ઉત્સવનું મહત્વ એ છે કે બાલગોપાલ સમક્ષ વૈષ્ણવો અલગ-અલગ વેશભૂષા ધારણ કરી અને ઠાકોરજી સમક્ષ ખેલે છે. ત્યાર પછી રાળને પ્રગટાવી અને ઉત્સવ મનાવવામાં આવે છે.
ત્યારપછી હવેલીના વલ્લભરાયજી વૈષ્ણવોને અબીલ-ગુલાલનો છંટકાવ કરી આ ઉત્સવમાં ભાગ લેવડાવે છે. ઉત્સવમાં મોટી હવેલીના વલ્લભરાયજી મહોદય, રસાદ્રરાયજી, પ્રેમાદ્રરાયજી તથા બેટીજી દ્વારા ઠાકોરજી સમક્ષ રાળ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. વલ્લભરાયજી મહોદયે વૈષ્ણવો સાથે આ ઉત્સવને આનંદથી ઉજવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.