હર ઘર દસ્તક ઝુંબેશ:જામનગર જિલ્લામાં બીજો ડોઝ લેવાની લાયકાત ધરાવનારા લોકોને ઘરે-ઘરે અપાઈ વેક્સિન

જામનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તારીખ 25થી 27 નવેમ્બર સુધી ચાલશે હર ઘર દસ્તક ઝુંબેશ
  • જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 1 લાખ 10 હજાર જેટલા લોકોને બીજો ડોઝ લેવાનો બાકી
  • અલીયા, બાડા, મોટા થાવરીયા, સુવરડા, સપડા, શેખપાટ તેમજ સહિત ગામમાં કામગીરી હાથ ધરાઈ

જામનગર જિલ્લામાં "હર ઘર દસ્તક ઝુંબેશ" અંતર્ગત 25થી 27 નવેમ્બર સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં જેમને

કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેવાનો સમય થઈ ગયો છે તેવા લોકોને આરોગ્યકર્મીઓ દ્વારા ઘરે-ઘરે જઈ વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. જેની શરૂઆત ગઈકાલે ગુરૂવારે કરી દેવામાં આવી હતી.

આ અંગે આજે શુક્રવારે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ નાયબ ડીડીઓ પાર્થ કોટડીયા સહિતના અધિકારીઓ દ્વારા જામનગર જિલ્લાના અલીયા, બાડા, મોટા થાવરીયા, સુવરડા, સપડા, શેખપાટ તેમજ શહીદ જેવા ગામોમાં બીજા ડોઝની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સિવાય શનિવાર સુધીમાં મેગા ઝુંબેશ હાથ ધરી એફએચડબલ્યુ, આશાબહેનો વગેરે આરોગ્યકર્મીઓની ટીમ સાથે લોકોના ઘરે-ઘરે જઈ તેમને ઘરઆંગણે જ વેક્સિનનો બીજો ડોઝ આપવાની સુવિધા આપવામાં આવશે.

આ ઝુંબેશ માટે જિલ્લા સ્તરે દરેક સબસેન્ટર દીઠ ક્લાસ વન-ટુ કક્ષાના નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જેઓ આ કામગીરીનું સતત મોનિટરિંગ કરશે, તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને મૂંઝવતા પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરી વેક્સિન અપાવવામાં મદદરૂપ થશે. હર ઘર દસ્તક કેમ્પેઇન અંતર્ગત ગુરૂનારથી શરૂઆત કરવામાં આવી હતી, જેના અંતર્ગત શનિવાર સુધીમાં ઉપરાંત આવશ્યકતા રહેશે તો 30 નવેમ્બર સુધીમાં બીજો ડોઝ લેવાની લાયકાત ધરાવતા સર્વે ગ્રામજનોને રસીકરણ ઝુંબેશ હેઠળ આવરી લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આશરે 1 લાખ 10 હજાર જેટલા ગ્રામજનો બીજા ડોઝ માટે લાયકાત ધરાવે છે, જેમને હાલ બીજો ડોઝ લેવાનો બાકી છે. તેમને આ ઝુંબેશ દ્વારા આવરીને 100 ટકા વેક્સિનેશન કરી લોકોને વેક્સિનનું સુરક્ષા કવચ પૂરું પાડવા તંત્ર દ્વારા પ્રતિબદ્ધતા જાહેર કરાઈ છે. ત્યારે લોકોને પણ કોઇ અફવાથી દોરાયા વિના વેક્સિનનો ડોઝ લઈ સુરક્ષિત થવા અનુરોધ કરવામાં આવ્યો છે. જ્યારે આજે શુક્રવારે જામનગર જિલ્લાના અલીયા પીએચસી સેન્ટર અંદર આવતા અલીયા, બાડા મોટા થાવરીયા, સુવારડા સહિતના ગામોમાં વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. જેનું મોનિટરિંગ જામનગર જિલ્લા પંચાયતના નાયબ ડીડીઓ પાર્થ કોટડીયા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...