વેક્સિનેશન શરૂ:જામનગરમાં 30 સ્થળોએ રસીકરણ શરૂ, દરેક સેન્ટર ઉપર 200 લોકોને કોરોના વેક્સિન અપાશે

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આજે 6000 લોકોનું રસીકરણ કરવામાં આવશે

જામનગરમાં 30 સ્થળોએ રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દરેક સેન્ટર ઉપર 200 લોકોને કોરોના વેક્સિન અપાશે. તથા આજે 6000 લોકોનું રસીકરણ કરવામાં આવશે. 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોનાની કોવિશિલ્ડ રસી આપવાનું આયોજન કરાયું છે.

કોરોનાની રસી આપવા તંત્રએ 30 સ્થળોએ વ્યવસ્થા ગોઠવી

જામનગરમાં 45 વર્ષથી મોટી ઉંમરના 6000 લોકોને કોરોનાની કોવિશિલ્ડ રસી આપવા તંત્રએ 30 સ્થળોએ વ્યવસ્થા ગોઠવી છે. હાલ શહેરમાં આજ સુધી રોજ વધુ 4194 લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. શહેરમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 2.01 લાખ થઈ છે. જેમાં 56 લોકોએ રસીનો બીજો ડોઝ લેતા સંખ્યા 46564 થવા પામી છે.

શહેરમાં સવારે 9થી સાંજે 6 સુધી રસીકરણ કરાય છે

45 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોનાની કોવિશિલ્ડ રસી આપવાનું આયોજન કરાયું છે. દરમિયાન શહેરમાં 45 વર્ષથી મોટા 811 અને 18થી 44 વર્ષના વય જૂથ 3394 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

શહેરમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લેનાર 45 વર્ષથી મોટી ઉંમરના લોકો 1,08,580 અને 18 થી 44 વર્ષના લોકોની સંખ્યા 92,709 મળીને કુલ સંખ્યા 2,01,289 થઈ છે. આજે 45 વર્ષથી મોટા 56 લોકોએ રસીનો બીજો ડોઝ લેતા શહેરમાં 46,564 લોકોનું રસીકરણ પૂરું થયું હતું.

અન્ય સમાચારો પણ છે...