તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:જામનગરમાં વહેલી સવારથી 15 આરોગ્ય કેન્દ્ર પર રસીકરણ શરૂ, મોટી સંખ્યામાં યુવાન-યુવતીઓની લાઇનો લાગી

જામનગર14 દિવસ પહેલા
 • એક આરોગ્ય કેન્દ્ર પર એક દિવસમાં અંદાજિત 200 નાગરિકોનું રસીકરણ થશે
 • યુવાનોએ બીજા નાગરિકોને પણ કોરોના વેક્સિન લેવાની અપીલ કરી

કોરોનાએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. સંક્રમણને વધતું અટકાવવા માટે સમગ્ર દેશ સહિત જામનગરમાં 18 વર્ષથી મોટી ઉમરના લોકોને રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જામનગરમાં 15થી 45 વર્ષના નાગરિકોનું કોરોના વેક્સિન માટે 28 એપ્રિલથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જ્યારે આજથી કોરોના વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

જામનગરમાં આજે વહેલી સવાથી 15થી 45 વર્ષના નાગરિકોનું રસીકરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં 15 આરોગ્ય કેન્દ્ર પર રસીકરણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વહેલી સવારથી આરોગ્ય કેન્દ્ર પર મોટી સંખ્યામાં નાગરિકો રસીકરણ માટે આવી રહ્યા છે.

શહેરમાં વિશ્રામ વાડી, ગોમતીપુર શાળા નંબર-15 ,બંદર રોડ, ગુલાબનગર, પાનવાડા, સજુબા સ્કૂલ, પાણાખાણ, વામ્બે, નવાગામ, ફિઝિયોથેરાપી કોલેજ, કામદાર બેડી બંદર, નીલકંઠ નગર અને ઘાંચીવાડ સહિત યુ.પી.એસ.સી સેન્ટરોમાં કોરોના રસીકરણનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ આરોગ્ય કેન્દ્ર પર સવારે નવ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી રસીકરણ કરાવી શકાશે.

આજો વહેલી સવાથી 18 વર્ષથી વધુ વયના નાગરિકોએ સવારથી કોરોના રસીકરણ માટે કતારમાં રહ્યા હતા. આ અંગે યુવાનોએ જણાવ્યુ હતું કે, વેક્સિન લેવી જરૂરી છે, તેની કોઈ હાડડઅસર થતી નથી. અમે પણ આજે વેક્સિન લીધી છે. જ્યારે તેમણે બીજા નાગરિકોને પણ કોરોના વેક્સિન લેવાની અપીલ કરી હતી.

કોરોના રસીકરણ માટે તંત્ર દ્વારા આરોગ્ય કેન્દ્ર પર અલગ-અલગ અધિકારી દ્વારા સતત મોનિટરિંગ પણ રાખવામાં આવી રહ્યું છે. પાણાખાણ આરોગ્ય કેન્દ્ર મામલતદાર સહિતના અધિકારી દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, જેણે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે જ લોકોને કોરોના વેક્સિન આપવાની છે અને પોલીસ બંદોબસ્ત સાથે આજે આરોગ્ય કેન્દ્ર પર વેક્સિનેશન શાંતિપૂર્વક થઇ રહ્યું છે.

લોકો મોટી સંખ્યામાં વેક્સિન લેવા માટે આરોગ્ય કેન્દ્ર પર આવી રહ્યા છે. દરેક નાગરિકને સવારે ચાર સ્લોટમાં રસી આપવામાં આવે આપવામાં આવે છે. સાવરે નવ વાગ્યાથી 11, 11થી એક, બપોર એકથી ત્રણ અને બોપર પછી ત્રણથી છ એમ ચાર સ્લોટમાં વેક્સિનેશન આપવામાં આવી રહી છે. આગામી 10 દિવસ સુધી વેક્સિનેશનનો કાર્યક્રમ ચાલશે. હાલ એક દિવસમાં એક સેન્ટર પર અંદાજિત 200 જેટલા લોકોને વેક્સિનેશન આપવામાં આવશે

કોરોના વેકેશન લેવા માટે યુવાનો દ્વારા લાઈન લગાવવામાં આવે
કોરોના વેકેશન લેવા માટે યુવાનો દ્વારા લાઈન લગાવવામાં આવે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો