તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:જામનગરમાં રસી ન આવતા 45+નું વેક્સિનેશન અટક્યું, હોબાળો મચ્યો

જામનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિશ્રામ વાડી કેન્દ્રમાં બોર્ડ લાગ્યું

જામનગરમાં 45 વર્ષથી વધુ વયના લોકો માટે કોરોના રસીનો જથ્થો સોમવારે ન આવતા મંગળવારે શહેરના અનેક આરોગ્ય કેન્દ્ર પર રસીકરણની ઠપ્પ થતાં લોકોને ધરમના ધકકા થતાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી. શહેરના વિશ્રામ વાડી આરોગ્ય કેન્દ્રમાં તો વેકસીન ન હોવાથી રસીકરણ થશે નહીંનું બોર્ડ લાગતા લોકોમાં આશ્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા હતાં.

જામનગરમાં સોમવારે 45 થી વધુ વયના લોકો માટે રસીનો જથ્થો આવ્યો જ ન હતો. જેના કારણે મંગળવારે શહેરના 12 માંથી મોટા ભાગના આરોગ્ય કેન્દ્ર પર 45 થી વધુ વયના લોકોને રસીકરણ કરી શકાયું ન હતું. શહેરના વિશ્રામવાડી આરોગ્ય કેન્દ્રમાં તો રસી ન હોવાથી 45 થી વધુ વયના લોકોને રસીકરણ થશે નહીંનું બોર્ડ લગાવામાં આવ્યું હતું.

રાજયભરમાં સમસ્યા, સોમવારે રસીનો જથ્થો આવ્યો ન હતો
45 થી વધુ વયના લોકોને કોરોના પ્રતિરોધક રસીના જથ્થાની રાજયભરમાં સમસ્યા છે. જામનગરમાં આ વયના લોકો માટે રસીનો જથ્થો આવ્યો ન હતો. શહેરના દરેક આરોગ્ય કેન્દ્ર પર રોજ 45 વર્ષથી વધુ વયના સરેરાશ 150 થી 200 લોકોને રસી આપવામાં આવે છે. રસીનો જથ્થો દરરોજ સાંજે ફાળવામાં આવે છે. પરંતુ કેટલો જથ્થો આવે છે તે નિશ્ચિત હોતું નથી. છેલ્લાં થોડા દિવસોથી રસીનો મર્યાદિત જથ્થો આવી રહ્યો છે.> સતીષ પટેલ, કમિશ્નર, જામનગર મહાનગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો